ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું 92 વર્ષે નિધન, કોરોના પછી હૃદય અને ફેફસાંની બીમારી કારણ બની

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-મી.રીપોર્ટર, ૨૯મી ઓકટોબર

ગુજરાતમાં ભાજપને શૂન્ય થી સત્તા પર બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા, ભાજપના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  કેશુભાઈ પટેલનું કોરોના પછી હૃદય અને ફેફસાંની બીમારી  કારણે આજે નિધન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,  કેશુબાપા ની ૧૦ દિવસ પહેલા  લથડતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

કેશુભાઈના નિધન બાદ તેમના પુત્ર ભરત પટેલે જણાવ્યું હતું કે, કોરોના પછી તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. સવારે ઓક્સિજન લેવામાં તકલીફ પડી અને હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારીની ચૂંટણી સભામાં જ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે,  કેશુબાપાનો રિપોર્ટ  પોઝિટિવ હતો. તે બાદ તેઓ હોમ ક્વોરન્ટીન થયા હતા. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપ સુધી વટ વૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)