ગુજરાત વિધાનસભા ચૂંટણી:વડોદરામાં સરકારી વાહનો, સરકીટ હાઉસ ને શૈક્ષણિક સંકુલો પર નિયંત્રણો મુકાયા, મેયરે ગાડી જમા કરાવી

www.mrreporter.in

રાજનીતિ – વડોદરા, 3જી નવેમ્બર .

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની તારીખોની જાહેરાતના પગલે જ લાગુ પડેલી આચાર સંહિતા બાદ વડોદરાના મેયર, ડે.મેયર સહિતના પદાધિકારીઓએ પોતાની સરકારી ગાડીઓ જમા કરાવી દીધી છે.  આચાર સંહિતા ના પગલે હવે સરકારી વાહનો, સરકીટ હાઉસ ને શૈક્ષણિક સંકુલોના ઉપયોગ નહિ થઇ શકે. ઉલ્લેખનીય છે કે વડોદાર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કામાં મતદાન યોજાશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આચાર સંહિતા લાગુ થતા જ હવે કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ વિગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સંબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ કરી શકશે નહીં. આવા વાહનોમાં હેલિકોપ્ટર, એરક્રાફટ, કાર, જીપ, ઓટોમોબાઇલ બોટ વગેરેનો સમાવેશ થાય છે.

www.mrreporter.in

સરકારી વાહનો ઉપરાંત રાજય સરકારના જાહેર સાહસો, સંયુકત સાહસો, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, નિગમો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ખરીદ વેચાણ સંઘો, મહાસંઘો, સહકારી સોસાયટીઓ, જીલ્લા તાલુકા પંચાયતો તેમજ જાહેર નાણાનો જરા પણ હિસ્સો હોય તેવી કોઇપણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

Leave a Reply