જીએસટીની ચોરી : 5.74 કરોડ ની જીએસટી નહિ ભરનારા વડોદરાની ABC Auto Link કંપનીના માલિકની ધરપકડ

GST
Spread the love

બિઝનેશ-વડોદરા, મિ.રિપોર્ટર, ૨૮મી નવેમ્બર.

કંપનીઓ પાસે થી કરોડોની રકમ GST પેટે ઉઘરાવ્યા બાદ વડોદરાની રણોલી ખાતે આવેલી ABC Auto Link કંપનીના માલિકો અને પાર્ટનરોએ રૂપિયા 5.74 કરોડની GST ની રકમ નહિ ભરતાં વડોદરાના સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઈઝ વિભાગે આજે મોડી સાંજે કંપનીના માલિક- પાર્ટનર નીતિન કુમાર ગર્ગની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે GST ની ચોરી કરતા વેપારીઓ અને કંપનીના માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 

કેન્દ્ર સરકારના નાણા વિભાગે GST નહિ ભરનારા વેપારી અને કંપનીઓ સામે લાલ આંખ શરુ કરી છે.  જેમાં સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઈઝ, વડોદરા-૧ ના પ્રિન્સિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ રણોલી ખાતે આવેલી મેસર્સ ABC Auto Link કંપની  ખાતે તપાસ  હાથ ધરી ને  કરોડો રૂપિયાની GST ની રકમની ચોરી કરવામાં આવતી હોવાની વિગતોના કાગળો પકડ્યા હતા. તાતા મોટર્સ ના ઓથોરાઈઝ ડીલર નું કામ કરતી કંપનીના કાગળો અને દસ્તાવેજની ઝીણવટભરી તપાસ કરતા  કંપનીના માલિક- પાર્ટનરે છેલ્લા ત્રણ મહિનામાં ડ્યુ ડેટ વીતી ગયા બાદ પણ રૂપિયા 2 કરોડ ની રકમ ભરી ન હતી.

gst, theft, vadodara, owner, of, non, payment, of, 5, 74, crore, gst, arrested, by, abc, auto, link, company, owner

એટલું જ નહી પણ વધુ તપાસ કરતા અધિકારીઓને જાણવા મળ્યું કે, કંપનીએ અત્યારસુધીમાં રૂપિયા 5.74 કરોડ GST પેટે ચૂકવ્યા નથી. આટલી મોટી રકમ અંગે તપાસ અધિકારીઓએ કંપનીના માલિક – પાર્ટનરની પુછપરછ કરતાં તેણે પણ GST ની રૂપિયા 5.74 કરોડની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. કરોડની GST ની ચોરી બદલ વડોદરાના સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઈઝ વિભાગે આજે મોડી સાંજે કંપનીના માલિક- પાર્ટનર નીતિન કુમાર ગર્ગની ધરપકડ કરી હતી. 

  •  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 અને 7016252899  પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.