નવી દિલ્હી,મિ.રિપોર્ટર, ૧૮મી જાન્યુઆરી.
વિશ્વના સૌથી મોટા મેસેજિંગ એપ ” WhatsApp ” પર જલદી એક નવું અપડેટ યુઝર્સને મળશે. જેમાં ગ્રુપ કોલિંગ કરવા માટે મળશે અલગથી એક બટન હશે. કંપનીએ ગત વર્ષે ઓગસ્ટમાં ગ્રુપ વોઈસ અને વીડિયો કોલિંગ ફીચર લોન્ચ કર્યું હતું. જોકે કંપની આમાં નવું અપડેશન લાવી છે.
WhatsApp પર આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સને જલદી આગામી અપડેટમાં મળી જશે. જેમાં તમે એક બટન સાથે એક કરતા વધુ લોકો સાથે ડાયરેક્ટ વીડિયો કોલ કરી શકશો.
સૌથી પહેલા તો તમે જે ગ્રુપના નામ પર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા ફોનના રીસિવર જેવા આઈકોન પર ક્લિક કરો. હવે તમે જે કોઈને ગ્રુપ કોલિંગ કરવા માંગો છે તે વ્યક્તિના આઈકન પર ક્લિક કરો એટલે તે સિલેક્ટ થતા જશે અને ત્યાર બાદ કેમેરા જેવું બટન દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે ગ્રુપ કોલિંગ શરૂ થઈ જશે.
More Stories
વડોદરા સામૂહિક આપઘાત કેસમાં સોની પરિવારના વધુ એક મોભીનું મોત, દિપ્તીબેન સોનીએ અંતિમ શ્વાસ લીધાં
રાજકોટમાં હોમગાર્ડ ચાલુ વાહને પિચકારીને ભાગ્યો, કાર ચાલકે પીછો કરીને કહ્યું ‘મમરા ભરી દઈશ હો’, જુઓ વિડીયો….
સિંગર નીતિ મોહન બાદ વધુ એક સિંગરે સંભળાવ્યા ગુડ ન્યૂઝ, શ્રેયા ઘોષાલ લગ્નના 6 વર્ષ બાદ છે પ્રેગ્નેન્ટ