વડોદરામાં હજુ પણ ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ખુલ્લેઆમ ટ્યુશન કરે છે : ધો.૧ થી ૮માં ફરજિયાત પાસીગ બંધ થવું જોઈએ

Spread the love

બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા ૨૨મી અને ૨૩મી ડીસેમ્બરના રોજ વડોદરાના પારસી અગિયારી ખાતે ” એજ્યુકેશન કાર્નિવલ ૨૦૧૮” નું આયોજન 

મિ. રિપોર્ટર, ૨૦મી ડિસેમ્બર. 

ટ્યુશન પર પ્રતિબંધ હોવા છતાં પણ વડોદરામાં હજુ પણ ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ખુલ્લેઆમ ટ્યુશન કરે છે. લાખોના પગાર હોવા છતાં પણ ખુલ્લેઆમ દાદાગીરી કરીને ટ્યુશન કરી રહ્યા છે. આવા શિક્ષકોની દાદાગીરીની નો વાલીઓ અને વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે.  જોકે તેમની સામે હજી સુધી શિક્ષણ વિભાગ કે ડીઈઓ દ્વારા કોઈ પગલા લેવાયા નથી. આ દુષણની સાથે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ધો.૧ થી ૮માં ફરજિયાત પાસીગ બંધ કરી દેવું જોઈએ. આ ઉપરાંત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછીના કોર્સ માટે એજ્યુકેશન પોલીસી સ્ટેબલ હોવી જોઈએ, વારંવાર બદલાવી જોઈએ નહિ. આમ થશે તો વાલીઓ અને વિદ્યાર્થીઓએ મોટી રાહત થશે એમ બરોડા એકેડેમિક એસોસિએશને અત્રે જણાવ્યું હતું. 

બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા ૨૨મી અને ૨૩મી ડીસેમ્બરના રોજ વડોદરાના પારસી અગિયારી ખાતે ” એજ્યુકેશન કાર્નિવલ ૨૦૧૮” નું આયોજન કરવામાં આવ્યું છે. એજ્યુકેશન કાર્નિવલ ૨૦૧૮ ની માહિતી આપતાં પ્રમુખ સમીર ધ્રુવ અને સેક્રેટરી મિલન શાહે અત્રે જણાવ્યું હતું કે, વન સ્ટોપ સોલ્યુશન વિદ્યાર્થીઓને મળે તે હેતુથી અમે એજ્યુકેશન કાર્નિવલનું આયોજન કર્યું છે. બે દિવસના કાર્નિવલમાં ધો.૧૦, ધો.૧૨ અને કોલેજના વિદ્યાથીઓને અભ્યાસ અને ઉચ્ચ કારકિર્દી માટે વિદેશ જવાનું હોય તો એ અંગેની માહિતી મળી જશે. આ ઉપરાંત જોબફેરનું આયોજન કરાયું છે. જેમાં ૨૫ જેટલી કંપનીઓ ભાગ લેશે. એજ્યુકેશન કાર્નિવલમાં મોટીવેશનલ વક્તવ્ય પણ યોજવામાં આવ્યું છે. જેમાં  પુ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.