ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય : નવું સત્ર જુન થી શરુ થશે….

Spread the love

એજ્યુકેશન- વડોદરા, મિ.રિપોર્ટર, ૨૩મી માર્ચ. 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની મહામારીને કારણે રૂપાણી સરકારે વાર્ષિક પરીક્ષા નહીં યોજવાનો તેમજ ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય કર્યો છે. એટલુજ નહિ પણ નવું સત્ર અપ્રિલ ના બદલે જુન થી શરુ કરવાનો નિર્ણય લીધો છે. 

ગુજરાતમાં કોરોનાના વાઈરસના કહેરને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પ્રાથમિક વિભાગના ધોરણ 1થી 8 અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. એટલુજ નહિ પણ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કુલના શિક્ષકોએ પણ સ્કુલે જવાનું રહેશે નહિ. હવે  શાળાઓમાં જૂન મહિનાથી રાબેતા મુજબ નવું સત્ર ચાલુ કરવામાં આવશે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)