દિવાળી બાદ ૨૩મી થી ધોરણ 9 થી 12 ના વર્ગો અને કોલેજો શરુ કરવાની સરકારની જાહેરાત, વાલીઓ નારાજ

www.mrreporter.in
Spread the love

વડોદરા- એજ્યુએશન, મી.રીપોર્ટર, ૧૧મી નવેમ્બર. 

રાજ્યમાં કોરોના નો કહેર જારી છે, એમાય શિયાળામાં કોરોના નો કહેર વધે તેવી ભીતિ તબીબોએ પણ વ્યક્ત કરી છે. આ ભીતિ વચ્ચે રાજ્ય સરકારે દિવાળી બાદ ૨૩મી થી ધોરણ 9થી 12 ના વર્ગો અને કોલેજો શરુ કરવાની સરકારની જાહેરાત કરી છે.  જોકે  વિદ્યાર્થીઓએ સ્કુલે આવવું હોય તો તે આવી શકે છે, તેના માટે સ્કૂલે આવવું  ફરજિયાત નહીં હોય તેવી પણ સ્પષ્ટતા કરી છે.  સાથે સાથે રાજ્ય સરકારે  આચાર્ય પર સ્કૂલો શરુ થાય ત્યારે  તેની તમામ તકેદારી રાખવાની જવાબદારી સોપી છે. તો બીજીબાજી વડોદરા પેરેન્ટસ એસોસિએશના સભ્યોએ  સરકારના નિર્ણયનો વિરોધ કરીને  કોરોનાની રસી આવે પછી જ સ્કૂલો શરુ કરવાની માંગ કરી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

કોરોના મહામારીના લીધે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ કરવામાં આવી છે, અને હાલ ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. હજુ પણ રાજ્યમાં કોરોના નો ખતરો યથાવત છે. કોરોનાના કેસો નાધાઈ રહ્યા છે.  આ કોરોનાના કેસો વચ્ચે રાજય સરકારે દિવાળી વેકેશન બાદ સ્કૂલો ફરી શરુ કરવા માટે કમર કસી છે. શરુઆતના તબક્કામાં માત્ર ધો. 9થી 12ના વર્ગો જ શરુ  કરવાની જાહેરાત કરી છે. 

રાજ્ય સરકારે સ્કૂલો દ્વારા રોજેરોજ શિક્ષકોના ટેમ્પ્રેચર પણ લેવાની પણ તાકીદ કરી છે. આ ઉપરાંત બાળકને સ્કૂલે મોકલતા પહેલા વાલીઓની લેખિત મંજૂરી પણ ફરજિયાત બનાવાઈ છે. સ્કૂલો ઉપરાંત, પીજી, મેડિકલ, પેરામેડિકલ કોલેજ અને સ્નાતક કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરુ કરવાની પણ તૈયારી હાથ ધરી છે. 

રાજ્ય સરકારના સ્કૂલો ખોલવાના નિર્ણય સામે વાલીઓ ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. વડોદરા પેરેન્ટસ એસોસિએશનના  સભ્યો પણ તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. વડોદરા પેરેન્ટસ એસોસિએશના ફાઉન્ડર મેમ્બર દર્શનાબેન જોગલેકરે  મી.રીપોર્ટરની ટીમ ને જણાવ્યું હતું કે,  સરકારનો નિર્ણય ખોટો છે. જ્યાં સુધી કોરોના ની રસી ના આવે ત્યાં સુધી અમે અમારા બાળકને સ્કુલે નહિ મોકલીએ. સરકારે સ્કૂલો ખોલવાની જાહેરાત કરીને તેની સંપૂર્ણ જવાબદારી વાલીના માથે નાંખી દીધી છે.  ખરેખર વાલી અને બાળકોની ચિંતા સરકાર ને હોય તો તેના આરોગ્યની સંપૂર્ણ જવાબદારી પણ સરકારે લેવી પડશે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.