રાજ્યમાં 7 જૂનથી સરકારી અને ખાનગી ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે શરૂ થશે

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, ૪થી જુન.

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર નબળી પડી છે અને કેસોમાં તીવ્રતાથી ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે સરકારનાં કામકાજમાં પણ વેગ આવે અને અટકી પડેલી ફાઈલોનો ફાસ્ટ્રેક મોડમાં નિકાલ કરવાના આદેશો કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રાખવાનો આદેશ કરવા આવ્યો છે. જયારે 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

રાજ્યના મુખ્ય સચિવે ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાજેતરમાં જ આદેશ કર્યો હતો કે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે, જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે, સરકાર પણ વિકાસ અને પ્રજાલક્ષી કામોના નિર્ણયોમાં આગળ વધી રહી છે, ત્યારે તમામ વિભાગોના અધિકારીઓ ઓફિસમાં બેસીને પેન્ડિંગ કામોનો નિકાલ કરે. જેથી અરજદારોને ઝડપી ન્યાય મળી શકે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નીતિવિષયક નિર્ણયો હેઠળ જો કોઇ સમસ્યા હોય અથવા તો પ્રશ્ન હોય તો એનો નિકાલ કરીને આગળ વધો તેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણના કેસો માર્ચ મહિનામાં વધવાના શરૂ થયા હતા, પરંતુ મેના છેલ્લા સપ્તાહથી કેસો ઓછા થઇ રહ્યા છે. કોરોના સંક્રમણ સચિવાલયમાં ફેલાય નહીં એ માટે રાજ્ય સરકારે માત્ર 50 ટકા કર્મચારીઓની હાજરી રાખવાની જાહેરાત કરી હતી. જેના પગલે રાજ્યના મોટા ભાગના વિભાગોમાં કર્મચારીઓની ઓછી સંખ્યા હોવાથી અરજદારોનાં કામ તેમજ સરકારના વહીવટી તંત્રમાં રુકાવટ આવી ગઇ છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.