Google ની સેવા ક્રેશ; Gmail- YouTube એક્સેસ નથી કરી શકતા યુઝર્સ, ગુગલે પણ સોશિયલ મીડિયા સ્પષ્ટતા કરી, જાણો શું ?

www.mrreporter.in
Spread the love

ટેકનોલોજી- મી.રીપોર્ટર, ૧૪મી ડીસેમ્બર

વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગુગલની અનેક સેવાઓ ડાઉન થઈ ગઈ છે. મોટાભાગે આ સમસ્યા જીમેલ, ગુગલ ડ્રાઈવ અને યુટ્યુબ પર આવી રહી છે. તેને લીધે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગુગલની વિવિધ સેવાઓ કે જેમાં જીમેઈલ, યુટ્યુબ, અને ગુગલ સર્ચને લઈ યુઝર્સ માટે સેવા ખોરવાઈ ગઈ છે. ગુગલની સેવામાં ખોરવાઈ હોવાની ફરિયાદ યુરોપ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અમેરિકાના પૂર્વ તટ તથા આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયામાંથી પણ મળી રહી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વિશ્વમાં જીમેલના આશરે 180 કરોડથી વધારે યુઝર્સ છે. તેમની પાસે 2020માં ઈમેલ સર્વિસનો 43 ટકા બજાર હિસ્સો છે. જ્યારે 27 ટકા લોકો ફોનથી ઈમેલ કરે છે. ઈમેલના એક્સેસ માટે 75 ટકાથી વધારે લોકો ફોનનો ઉપયોગ કરે છે. વર્ષ 2020માં દરરોજ 306.4 બિલિયન ઈમેલ મોકલે છે અને રીસીવ કરે છે.

૧૪મીની સાંજે આશરે 5:20 વાગે ગુગલની જીમેઈલ સેવા અને હેંગહાઉટ સહિત અનેક સેવાઓ પર એરર પેજ દેખાવા લાગ્યુ છે. યુટ્યુબ પર પણ આ જ સ્થિતિ જોવા મળી છે. તો બીજીબાજુ સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા મેસેજમાં કહેવામા આવ્યુ છે કે અમારા ઘણાબધા યુઝર્સને સેવાને લઈ સમસ્યા સર્જાઈ છે,જે અંગે અમે વાકેફ છીએ, અમારી ટીમ આ સમસ્યા ઉકેલવા કામ કરી રહી છે અને ટૂંક સમયમાં અપટેડ કરવામાં આવશે.

આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.