મિ.રિપોર્ટર, ૪થી ડીસેમ્બર.
PUBG મોબાઈલ ગેમથી યુવાનો પરિચિત છે, એટલું જ નહિ પણ તે ગેમના ભારે ક્રેઝી પણ છે. તેમના ક્રેઝીપણાને લીધે જ ગૂગલ પ્લે સ્ટોર પર PUBG મોબાઈલ ગેમ નંબર વન રહી છે. PUBG બેસ્ટ ગેમ 2018 અને ફેન ફેવરિટ એપ્સ જાહેર થઈ છે.
ગૂગલ પ્લે સ્ટોર તરફથી વર્ષ 2018માં સૌથી વધારે ડાઉનલોડ થયેલી એપ્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ મુજબ 2018માં કઇ એપ સૌથી વધુ ડાઉનલોડ થઇ તે અંગેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. ગુગલ પ્લેનાં એન્ડ્રોઇડમાં સૌથી વધારે કઇ એપ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી અને પ્લે સ્ટોર પર સૌથી વધારે લોકપ્રિય કઇ એપ્લીકેશન છે તેની માહિતી જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલી માહિતી મુજબ ગૂગલ પ્લે સ્ટોર પર બન્ને કેટેગરીમાં PUBG મોબાઈલ ગેમ નંબર વન રહી છે. PUBG બેસ્ટ ગેમ 2018 અને ફેન ફેવરિટ એપ્સ જાહેર થઈ છે. કંપનીએ અલગ અલગ કેટેગરીમાં કઈ એપ ટોપ પર રહી તેનું લિસ્ટ પણ જાહેર કર્યું છે.
આ ઉપરાંત ગૂગલે આ વખતે નવી કેટેગરી પણ બનાવી છે. જેમાં સૌથી વધારે પોપ્યુલર થનારી એપ્સનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે ત્રણ સબ કેટેગરી પણ બનાવવામાં આવી છે. જેમાં મોસ્ટ ફેવરિટ એપ, ગેમ અને મૂવીઝ સામેલ છે. મોસ્ટ પોપ્યુલર ગેમ PUBG બાદ મોસ્ટ ફેવરીટ મુવી ‘અવેન્જર્સ ઈનફિનિટી વોર્સ’ તેમજ ‘યૂટ્યુબ ટીવી’ સૌથી પોપ્યુલર એપ રહી છે.
More Stories
વડોદરાના જુના પાદરા રોડ પર સ્પાના ઓથા હેઠળ ધમધમતુ સેક્સ રેકેટ ઝડપાયું, વ્યક્તિદીઠ એક યુવતીના કલાકના 3 થી 9 હજાર રૂપિયા ચાર્જ
વડોદરા સામૂહિક આપઘાત કેસમાં સોની પરિવારના વધુ એક મોભીનું મોત, દિપ્તીબેન સોનીએ અંતિમ શ્વાસ લીધાં
સિંગર નીતિ મોહન બાદ વધુ એક સિંગરે સંભળાવ્યા ગુડ ન્યૂઝ, શ્રેયા ઘોષાલ લગ્નના 6 વર્ષ બાદ છે પ્રેગ્નેન્ટ