ગુગલ એક્સપ્લોર એમ.એલ પ્રોગામ શીખવા માટે વડોદરાના યુવાનને ગુગલનું આમંત્રણ : ગુગલે ઝીયાદ ને હૈદરાબાદ બોલાવ્યો…જુઓ..વિડીયો…

ગુગલ એક્સપ્લોર એમ.એલ પ્રોગામ શીખવા માટે વડોદરાના યુવાનને ગુગલનું આમંત્રણ

ગુગલે ઝીયાદ ને હૈદરાબાદ બોલાવ્યો : બે દિવસ તાલીમમાં ઝીયાદ ભાગ લેશે : ગુગલે એર ટીકીટ મોકલી : હોટલમાં સ્ટે આપ્યો

એજ્યુકેશન- વડોદરા, ૧૦મી સપ્ટેમ્બર.

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા શહેરના ઝીયાદ મહુડાવાલાની ગુગલ કંપનીએ ગુગલ એક્સપ્લોર એમ.એલ પ્રોગામ શીખવા માટે પસંદગી કરી છે.  ગુગલે ઝીયાદ મહુડાવાલા ને હૈદરાબાદમાં આવેલી પોતાની ઓફીસમાં બે દિવસની તાલીમ માટે  આમંત્રણ પાઠવ્યું છે. 

ગુગલના ઝીયાદ ને બે દિવસની તાલીમ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ શીખશે. એક વખત ગુગલના તાલીમમાં ભાગ લઈને આવ્યા બાદ ઝીયાદ પણ ટેકનોલોજી ફેકલ્ટીમાં કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરીંગમાં સહિતના વિદ્યાર્થીઓને  વર્કશોપ દ્વારા તાલીમ આપી શકશે. આ ઉપરાંત તાલીમ લેતા વિદ્યાર્થીઓને ખુદ ગુગલ જ સર્ટિફિકેટ આપશે. ગુગલ દ્વારા પોતાની થયેલી પસંદગી અંગે ઝીયાદે “ Mr. Reporter News ” ને આપેલા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ગુગલ દ્વારા તેના દરેક પ્લેટફોર્મ પર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે. મને પોતાને પણ આમા ભારે રસ છે. આગળ જતા મારે પણ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે એક કંપની શરુ કરવી છે. 

તમે આ વિડીયો ને ક્લિક કરીને ઝીયાદે મહુડાવાલાએ “ Mr. Reporter News ” ને આપેલા  સંપૂર્ણ  ઈન્ટરવ્યુંને જોઈએ શકશો…..

 

 

 

 

 

Leave a Reply