ગૂગલ India : 2020માં સૌથી વધુ સર્ચ થયેલા સેલેબ્સના ટોપ 10 લિસ્ટમાં કનિકા કપૂર, રિયા ચક્રવર્તી અને કંગના રનૌત અને જર્નલિસ્ટ અર્નબ ગોસ્વામી

www.mrreporter.in
Spread the love

બિઝનેશ- મી.રિપોર્ટર, ૧૧ મી ડિસેમ્બર. 

ગુગલે આજે ઇન્ડિયા સહિત વિશ્વના નેતાઓ, ફિલ્મ્સ સેલીબ્રીટી, પત્રકારોના નામો કે જેઓ વર્ષ દરમિયાન સર્ચ એન્જીન પર સર્ચ થયા છે તેવા લોકોના નામો જાહેર કર્યા છે. જેમાં ગુગલે વર્ષ 2020માં ઇન્ડિયામાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી પર્સોનાલિટીઝનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લીસ્ટમાં ટોપ 10માં  બોલિવૂડના 5 લોકોએ સ્થાન મેળવ્યું છે. ખાસ વાત એ છે કે સૌથી વધુ ચર્ચામાં રહેતી કંગના રનૌત આ લિસ્ટમાં 10મા નંબર પર છે. જ્યારે કનિકા કપૂર એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટી છે. તે ત્રીજા સ્થાન પર છે. જ્યારે પહેલા નંબર પર અમેરિકાના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બીજા સ્થાન પર જર્નલિસ્ટ અર્નબ ગોસ્વામી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmO

www.mrreporter.in

ટોપ 10 લિસ્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ :  જો બાઈડેન 
જર્નલિસ્ટ : અર્નબ ગોસ્વામી 
બોલીવુડ સિંગર :  કનિકા કપૂર
ઉત્તર કોરિયાના તાનાશાહ : કિમ જોંગ ઉન 
સદીનો મહાનાયક : અમિતાભ બચ્ચન
અફઘાન ક્રિકેટર : રાશિદ ખાન 
સુશાંત સિંહ રાજપૂતની ગર્લ ફ્રેન્ડ  : રિયા ચક્રવર્તી
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ : કમલા હેરિસ 
સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લ ફ્રેન્ડ : અંકિતા લોખંડે
 બોલીવુડ હિરોઈન અને પંગા ક્વિન :  કંગના રનૌત
​​​​​​​

આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.