સિંગર નીતિ મોહન બાદ વધુ એક સિંગરે સંભળાવ્યા ગુડ ન્યૂઝ, શ્રેયા ઘોષાલ લગ્નના 6 વર્ષ બાદ છે પ્રેગ્નેન્ટ

www.mrreporter.in
Spread the love

બૉલીવુડ- મી.રિપોર્ટર, મી.રિપોર્ટર, 6ઠ્ઠી માર્ચ. 

આજકાલ બોલીવુડ માં સેલેબ્રિટીઝ ફેમિલી પ્લાનિંગ કરીને પોતાના પરિવારને આગળ વધારી રહ્યા છે. કોરોના ના કારણે સતત રજા ઓ ભોગવવા મળતાં સેલેબ્રિટીઝ  ફેમિલી પ્લાનિંગ કરીને પેરેન્ટ્સ બન્યા છે. જેમાં વર્ષની શરૂઆતમાં એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પેરેન્ટ્સ બન્યા હતા. તે પછી ફેબ્રુઆરીમાં કરીના અને સૈફના બીજા દીકરાનો જન્મ થયો હતો. બીજી માર્ચે સિંગર હર્ષદીપ કૌરે દીકરાને જન્મ આપ્યો અને સિંગર નીતિ મોહન પણ પ્રેગ્નેન્ટ છે. ત્યારે હવે વધુ એક સિંગરે ખુશખબર આપ્યા છે. બોલિવુડની સૌથી વધુ પોપ્યુલર અને વર્સેટાઈલ સિંગર શ્રેયા ઘોષાલ પ્રેગ્નેન્ટ છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શ્રેયા ઘોષાલ અને પતિ શિલાદિત્ય મુખોપાધ્યાયનું આ પહેલું સંતાન હશે. શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને પ્રેગ્નેન્સી વિશે દુનિયાને જાણકારી આપી છે. તસવીરમાં શ્રેયા ઘોષાલ મલ્ટીકલરના પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળી રહી છે અને પ્રેમથી પોતાના બેબી બંપ પર હાથ રાખ્યો છે. તસવીર શેર કરતાં શ્રેયાએ લખ્યું, “બેબી #Shreyaditya આવી રહ્યું છે! શિલાદિત્ય અને હું આ ન્યૂઝ તમારા સૌની સાથે શેર કરતાં રોમાંચ અનુભવીએ છીએ. અમે અમારા જીવનના નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમારા સૌના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.”

 

View this post on Instagram

 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.