ખેડૂતો માટે સારા સમાચાર : દેશમાં પરાળ સળગાવવાની સમસ્યા સામે મલ્ચિંગ અને માઇક્રોબાયલ સ્પ્રે ઉત્તમ રસ્તો : પદ્મશ્રી ડૉ M. H. Mehta

www.mrreporter.in
Spread the love

કૃષિ ટેક્નોલોજી – મી.રિપોર્ટર, 7મી સપ્ટેમ્બર. 

દેશમાં ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌પાક અવષેશોના આયોજનબધ્ધ નિકાલ અંગે ખેડૂતોમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓને કારણે ખેડૂતો ૮૦ ટકા થી પણ વધુ પાકના અવશેષોને બાળી નાખે છે, જેનાથી પર્યાવરણમાં ખૂબ જ પ્રદૂષણ ફેલાય છે.

www.mrreporter.in

પાકના અવશેષોને બળતા અટકાવવા માટે સરકાર દ્વારા તાજેતરમાં જે ઘોષણાઓ કરવામાં આવી છે, તેમાંથી એવી આશા અને સંભાવના છે કે આખરે ભારત આ વિનાશક પ્રથાનો અંત આણી શકે છે. પાછલા કેટલાંક વર્ષોમાં, અમે પાકના અવશેષોને સળગાવવાથી ઉદભવતા જોખમો ઉપર સતત ધ્યાન કેંદ્રિત કર્યુ છે. વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં “પાકના અવષેશો સળગાવવાથી ઉદભવતી મુશ્કેલીઓ અને તેનુ વૈજ્ઞાનિક રીતે નિવારણ” વિષય ઉપર ઇકો એગ્રિ વર્કિંગ ગૃપ-આઇસીએફએ દ્વારા બે વાર રાઉન્ડ  ટેબલ પેનલના આયોજન થકી ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

www.mrreporter.in
પદ્મશ્રી ડૉ મુનીભાઈ(M. H. Mehta) – નેશનલ કમીટી ફોર ઈકો એગ્રિકલ્ચરના ચેરમેન છે

દેશના વિવિધ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને નેતાઓ સાથે વિશેષ અરસપરસ બેઠકો ડો. એમ. એચ. મેહતા (ચેરમેન :નેશનલ વર્કિંગ ગૃપ- ઇકો એગ્રિકલ્ચર (આઇસીએફએ) તથા ધ સાયન્સ આશ્રમના ચેરમેન: તેમજ ભૂ.પૂ.કુલપતિ- ગુજરાત કૃષિ યુનિવર્સિટી )ની અધ્યક્ષતામાં  યોજવામાં આવી હતી. જેમાં આ સમસ્યાના શ્રેષ્ઠ સમાધાન માટે નીચે મુજબની ભલામણ કરવામાં આવી હતી. 

(૧) ડિસ્ક હેરો / રોટાવેટર / મલ્ચર / હેપી સીડર વગેરે જેવા યોગ્ય મશીનોની મદદ વડે મલ્ચ તૈયાર કરવું.

(૨) આવા તૈયાર મલ્ચ (બાયો માસ) પર માઇક્રોબાયલ મિશ્રણ છાંટવું જેનાથી મુખ્ય પોષકતત્વો અને સૂક્ષ્મ પોષકતત્વો જમીનમાં ભળશે, જમીનનું બંધારણ સુધરશે અને પોષકતત્વો આગલા પાક માટે ઉપલબ્ધ પણ બનશે. આ ભલામણો ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગો જેમ કે કૃષિ વિભાગ, પર્યાવરણ વિભાગ, આરોગ્ય વિભાગ, પ્રધાન મંત્રીશ્રીનુ કાર્યાલય વગેરે ને મોકલવામાં આવ્યા હતા.

છેલ્લા બે વર્ષોમાં અગ્રણી એનજીઓ (બિન સરકારી સંસ્થાઓ), સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને સરકારી વિભાગો દ્વારા પંજાબ, હરિયાણા તેમજ ગુજરાતના વિવિધ સ્થળોએ મોટા પાયે પ્રથમ હરોળ નિદર્શનો યોજવામાં આવ્યા હતા અને તેમાથી મળેલ પરીણામોના અહેવાલનો સારાંશ નીચેની મુખ્ય  ભલામણો સાથે તૈયાર કરવામાં આવ્યો છે :

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સૂક્ષ્મ જૈવિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને પાક અવષેશોનું ખેતરમાં જ વ્યવસ્થાપન એ જમીનની તંદુરસ્તી સુધારવા માટેનો શ્રેષ્ઠ અભિગમ છે. પાકના અવશેષો એ પોષકતત્વોનો સંગ્રહ છે અને પ્રથમ હરોળ નિદર્શનોમાં જોવા મળેલ પરીણામો મુજબ તેનાથી ફક્ત પોષક તત્ત્વો જમીનમાં પાછા ફરવામાં ફાયદો થશે. 

તેટલું જ નહીં, પરંતુ જમીનમાં ભેજ પણ જળવાઇ રહેશે. જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોની સંખ્યા વધતાં જમીનનું આરોગ્ય સુધરશે, હવાનું પ્રદૂષણ ઘટશે, અને પર્યાવરણમાં થતા અકલ્પનીય ફેરફારોને ઓછા કરવામાં પણ મદદ કરશે. તેમજ જમીનના કણોનું એકત્રીકરણ થવાથી ખાતરોની કાર્યક્ષમતા સુધરશે અને જમીનની ભેજ સંગ્રહવાની ક્ષમતામાં પણ વધારો  થશે. જેનાથી આપણે પાણીનું પ્રદૂષણ પણ ઘટાડી શકીશુ અને પિયતમાં થતો પાણીનો બગાડ પણ અટકાવી શકીશુ. આ ઉપાયથી ફક્ત જમીન સુધારવામાં જ નહીં પરંતુ જમીનમાં પાણીના સ્તરને ઊંડે ઉતરતુ અટકાવવામાં પણ ખૂબ જ મદદરૂપ થશે.

જમીનની તંદુરસ્તીમાં સુધારો કરવો એ આપણી મુખ્ય અગ્રિમતા હોવી જોઈએ જેથી આપણે ટકાઉ ઇકો- એગ્રિકલ્ચર (પ્રકૃતિલક્ષી કૃષિ) તરફ આગળ વધી શકીએ અને પાક અવષેશોનું ખેતરમાં જ વ્યવસ્થાપન કરવા માટે મલ્ટિ-માઇક્રોબાયલ સ્પ્રે રી-લાઇફનો ઉપયોગ એ ઇકો-એગ્રિકલ્ચર (પ્રકૃતિલક્ષી કૃષિ) માટેનું ખૂબ જ મહત્વપૂર્ણ પગલું બની શકે તેમ છે. 

રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ, ભેજની જાળવણીમાં વધારો એટલે પાણીનો ઓછો ઉપયોગ, જમીનની તંદુરસ્તીમાં સુધારો અને સૂક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો થવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ ઘટશે, જેથી વધુ ઉપજ મળવાથી ખેડૂતને સિધો આર્થિક ફાયદો થશે. અખતરાઓ પરથી તારણ નિકળેલ છે કે, ડાંગર દ્વારા લેવામાં આવેલ લગભગ ૪૦ ટકા નાઇટ્રોજન (એન), ૩૦ થી ૩૫ ટકા ફોસ્ફરસ (પી), ૮૦ થી ૮૫ ટકા પોટેશિયમ (કે) અને ૪૦ થી ૪૫ ટકા સલ્ફર (એસ) પાકની પરિપક્વતાની અવસ્થાએ વાપસ્પતિક ભાગોમાં હોય છે.

 એ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે, સરકારે પાકના અવશેષોને સળગતા અટકાવવા અને મલ્ચ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો માટે વિશેષ પ્રોત્સાહનોની જાહેરાત કરી છે. પાકના અવશેષોને ખેતરમાં જમીનમાં દાબી અને બાયો કમ્પોસ્ટમાં રૂપાંતરિત કરવા માટે સરળ મલ્ટિ-માઇક્રોબાયલ મિશ્રણ (ખૂબ ઓછી કિંમતે)નો છંટકાવ એજ એકમાત્ર ફાયદાઓ સાથેનોસંપૂર્ણ ઉકેલ હશે.

યોજનાકીય પગલાં અને ભલામણો: 

સમસ્યા(Problem):

પાકની લણણી પછી પાકના અવશેષોને બાળી નાખવા એ એક મોટી રાષ્ટ્રીય સમસ્યા છે – ખાસ કરીને ભારતના ઉત્તર રાજ્યોમાં, જેમ કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી, વગેરે રાજ્યોમાં. અવશેષોને બાળવાને લીધે હવા અને જમીનનું પ્રદૂષણ વધે છે તેમજ સંસાધનોનો અખૂટ વપરાશ થાય છે, ઉપરાંત ખેત પેદાશોના ઉત્પાદનમાં અસ્થિરતા આવે છે જેને લીધે ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકસાન પહોંચે છે.

વાયુ પ્રદૂષણ અને અવશેષો સળગાવવાથી હવામાં રજકણોનો થોડી માત્રામાં વધારો એ COVID-19 ના મૃત્યુ દરમાં ઘણો વધારો કરી શકે છે. ખાસ કરીને નવેમ્બર – ડિસેમ્બર મહિનામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. જેને નિવારવા એક વ્યવહારૂ, પર્યાવરણ અને ખેડૂત મૈત્રિપૂર્ણ તેમજ આર્થિક રીતે આકર્ષક વિકલ્પ/સમાધાનની તાતી જરૂરીયાત છે.

ઉકેલ/ નિરાકરણ(Solution)

વર્ષો સુધી કરવામાં આવેલ સંશોધન અને વિકાસ અને ક્ષેત્રિય પ્રદર્શનો થકી નીચે દર્શાવ્યા મુજબનાં પગલાં સૂચવવામાં આવ્યા છે જેના અમલીકરણની સખત જરૂર છે.

(૧) પાકના અવશેષોમાંથી સુપર સીડર, રોટાવેટર, મલ્ચર, વગેરે જેવા મશીનનો ઉપયોગ કરીને મલ્ચ બનાવવું.

(૨) પાક અવશેષોને જમીનમા દાબી કોહડાવવા માટે મલ્ટિ માઇક્રોબાયલ સ્પ્રે રિ-લાઇફ નો ઉપયોગ કરવો જેનાથી જૈવિક કમ્પોસ્ટ બનશે, સુક્ષ્મ પોષકતત્વો ઉમેરાશે, જમીનનું આરોગ્ય સુધરશે અને સૂક્ષ્મજીવાણુઓની સંખ્યામાં વધારો થશે. (આના માટેનો ખર્ચ ઉપરોક્ત પગલા ૧ ની તુલનામાં નજીવો છે.)

ભાવી આયોજન/ આગળ રસ્તો

સરકાર દ્વારા કરવામાં આવેલ આવકારદાયક જાહેરાતને મોટી સફળતા મળે તેના માટે ઉપરોક્ત બે તબક્કાની પ્રક્રિયાની અમલવારી થાય તે ખૂબ અગત્યનુ છે અને તેના માટે તાત્કાલિક પગલાં ભરવા પણ જરૂરી છે. સરકારી વિભાગો, કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, એનજીઓ અને અન્ય બધા આ પડકારરૂપ અને સૌથી મહત્વપૂર્ણ કાર્ય કરી શકે તેમ છે. આ ઇકો એગ્રિકલ્ચર (પ્રકૃતિલક્ષી કૃષિ) માટે પણ એક ઉમદા પગલું હશે, કેમ કે પાકના અવશેષોમાંથી જૈવિક કમ્પોસ્ટ એ એવર ગ્રીન રિવોલ્યુશન માટે ઇકો એગ્રિ ક્રાંતિનું ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. ગુજરાત જેવા રાજ્યોમાં પણ પરાળની સમસ્યા માટે તાત્કાલિક અમલમાં મૂકવું જોઈએ. જેથી ખેડૂતોને ફાયદો થાય અને જમીન અને હવાનું પ્રદૂષણ ન થાય.

નોંધ : પદ્મશ્રી ડૉ મુનીભાઈ(M. H. Mehta) – નેશનલ કમીટી ફોર ઈકો એગ્રિકલ્ચરના ચેરમેન છે અને ધ સાઇન્સ આશ્રમ/ગુજરાત લાઇફ સાઇન્સ, વડોદરા ના ઓન. ચેરમેન છે. આ પહેલા ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટિ ના કુલપતિ હતા. મૂળ અંગ્રેજી લેખ નેશનલ ચેનલ પરથી A.A.U ના ડૉ. પિનાકીન પટેલે ભાવાનુવાદ કર્યો છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.