મિ.રિપોર્ટર, ૩જી ડીસેમ્બર. 

બોલિવૂડના સ્ટાર કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહના રિસેપ્શન પાર્ટીમાં બોલીવુડના અનેક એક્ટર્સ અને સિંગર્સ સહિત કેટલાક આમંત્રિતો પહોંચ્યા હતાં. જેમાં  રેપર હની સિંહ પણ પહોંચ્યો હતો. તે પહેલાથી વધુ જાડો બની ગયો છે. જોકે  તેના બદલાયેલા લુકને જોઇને અનેક એક્ટર્સ હની સિંહને ઓળખી પણ શક્યા નહોતા. તેના બદલાયેલા લુકને જોઇને અનેક ને શોક પણ લાગ્યો હતો. 

મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં પહેલી ડિસેમ્બરના રોજ રણવીર સિંહ અને દીપિકા પદુકોણના રિસેપ્શનમાં  આમંત્રિતો મહેમાનોમાં અનેક સ્ટાર તેમજ નજીકના મિત્રોની હાજરી જોવા મળી હતી. પાર્ટીમાં પોતાના હિટ ટ્રેક્સથી લોકોને મનોરંજન કરનાર ‘યો યો’ હની સિંહ પણ આવ્યો હતો. લાંબા સમય પછી તે જાહેરમાં જોવા મળ્યો હતો. હની સિંહ બ્લેક આઉટફીટમાં હતો અને તેણે વાળ પણ વધાર્યાં છે. તે પહેલાથી વધારે જ જાડો લાગી રહ્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, હની સિંહ કોઈપણ બોલિવૂડ પાર્ટીમાં લાંબા સમય પછી જોવા મળ્યો છે. હની સિંહે શાહરુખ ખાન સાથે પણ પોઝ આપ્યો હતો. 

This slideshow requires JavaScript.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: