23/08/2021

www.mrreporter.in

Gold Hall marking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે દેશના જવેલર્સ ?

Spread the love

બિઝનેશ- મી.રિપોર્ટર, ૨૩મી ઓગસ્ટ.

કેન્દ્ર સરકારે હોલમાર્કિંગ યુનિક આઈડી (hallmark unique identification number) એટલે કે HUID સાથે સોનાના દાગીનાના Hall marking કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને દેશના જવેલર્સ કેન્દ્ર સરકાર થી નારાજ છે અને કેટલાક જવેલર્સ એસોસીએશને હડતાળનું એલાન કર્યું છે. તો કેટલાક જવેલર્સ એસોસીએશને હડતાળમાં નહિ જોડીને નિર્ણય નો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

કેન્દ્ર સરકારના સોનાના દાગીના પર હોલમાર્કિંગ યુનિક આઈડી (Hallmarking Unique ID) એટલે કે HUID શું છે ? કેમ વિવાદ છે ? 

www.mrreporter.in

HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન. આ એક અલગ ઓળખ બનાવવા માટે જ્વેલરીના દરેક ભાગ પર 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ લાગુ પડે છે. જેમ ભારતમાં દરેક વ્યક્તિનો આધાર નંબર અલગ હોય છે, તેમ દરેક જ્વેલરી પીસ પાસે HUID હોય છે. 16 જૂનથી દેશના 256 જિલ્લાઓમાં હોલ માર્ક જ્વેલરી વેચવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ તેની સાથે HUID દાખલ કરવામાં આવ્યું છે . HUID પાસે જ્વેલરીની તમામ માહિતી હશે જેમ કે તેના ઉત્પાદક કોણ છે, તેનું વજન શું છે, જ્વેલરી શું છે ? કોને વેચવામાં આવ્યા હતા વગેરે.

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં 15 મી જૂનથી 14, 18 અને 22 કેરેટના સોનાના ઘરેણા પર BIS હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. એટલે કે હવે જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી નહીં વેચી શકે. કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી ગ્રાહકોના હિતના છે, એટલું જ નહિ પણ સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીથી અટકાવી શકાશે.

www.mrreporter.in

જવેલરી ખરીદનારા લોકો પર પર સરકારની નજર રહેશે 

જ્વેલર્સ એસોસીએશન ના જણાવ્યા મુજબ, કોઈ પણ જવેલર્સ સોનું કે તેના દાગીના નું વેચાણ કરશે તો તેની માહિતી, દરેક ભાગની HUID વિગતો અપલોડ કરવી પડશે.  કોને વેચવામાં આવી હતી તે સહીત BIS ના પોર્ટલ પર આપવી પડશે. આનાથી જ્વેલર્સની સાથે સાથે ગ્રાહક પર નજર રાખવામાં આવશે, જે ગ્રાહકની ગોપનીયતાને જોખમમાં મુકી શકે છે.

www.mrreporter.in

દેશના 256 જિલ્લાઓમાં માત્ર હોલમાર્ક જ્વેલરી વેચી શકાય છે, હવે  ફરજિયાત હોલમાર્કિંગ લાગુ કરવામાં આવ્યું છે. આમાં પણ HUID ની જોગવાઈ લાગુ કરવાને લીધે  હોલમાર્કિંગમાં સમય લાગી રહ્યો છે જેના કારણે વેપાર અટકી ગયો છે.

www.mrreporter.in 

હોલમાર્ક સેન્ટરમાં થનારા નુકશાન માટે કોણ જવાબદાર ? 

હોલમાર્ક સેન્ટરમાં જ્વેલરીને માર્ક કરતી વખતે ઘટ અને તૂટવાથી નુકશાન , જ્વેલરીની ફિનિશિંગ બગડવી અથવા જ્વેલરીનું વજન ઓછું થવા માટે કોણ જવાબદાર કોને ગણવાનું રહેશે તે મૂંઝવણ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

 

%d bloggers like this: