Selfie લેવા જતાં યુવાનનો પગ નદીમાં લપ્યો, યુવાને પાણીમાં ડૂબતો જોઇને એક વ્યક્તિ દેવદૂત બની ને બચાવી લીધો, ઘટનાનો વિડીયો વાઈરલ..

www.mrreporter.in
Spread the love

સુરત- મિ.રિપોર્ટર, ૨૮મી જુન.

મોબાઈલના જમાનામાં યુવાનોમાં સેલ્ફી લેવા નો ભારે ક્રેઝ વધી ગયો છે. જોકે સેલ્ફી લેવાના ચક્કરમાં ઘણી વખત યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવે છે અથવા તો જીવનમાં મોટો પાઠ શીખવા મળે છે. આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

સુરત ના કોઝવે પર રાંદેરના કેટલાક મિત્રો સવારે 9 વાગ્યા આસપાસ સેલ્ફી લઇ રહ્યા હતા.એ સમયે એક યુવાન રેલિંગ ક્રોસ કરી નદી ની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. પાણી વધુ હોવાથી અને યુવાનને તરતા ન આવડતું હોવાથી તે ડૂબવા લાગ્યો હતો. જો કે ત્યાં હાજર તેના મિત્રોએ બુમાબુમ કરતા કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી તરત જ કોઝવેના પાણીમાં કુદીને યુવાનને બચાવી લીધો હતો.

દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા પર  વાઈરલ કર્યો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.