Gmailની સર્વિસ ગુલ : Gmail હેક થયું હોવાની શંકા, ભારતમાં 36.5 કરોડ યુઝરને અસર

www.mrreporter.in
Spread the love
 

સવારે 11 વાગ્યાથી ભારત સહિતના 11 દેશોમાં જીમેઈલની સર્વિસ ખોરવાઈ : ગૂગલે પણ  ગૂગલ એપ પેજ પર જીમેઈલ અને ડ્રાઈવની સેવાઓ ખોરવાઈ હોવાનું  કબુલ્યું 

 
વિશ્વમાં 150 કરોડ થી વધુ યુઝર્સ ધરાવતી અને સૌથી સુરક્ષિત સર્ચ એન્જીન ગૂગલની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલની સર્વિસ  હેક  થઇ હોવાની આશંકા પ્રબળ બની છે. સવારે 11 વાગ્યા પછી ભારત સહિતના 11 દેશોમાં જીમેઈલની સેવાઓ રાબેતા મુજબ કામ કરતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. તો બીજીબાજુ  ગૂગલે પણ પોતાના સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઈલની સેવાઓ ખોરવાઈ હોવાનું કબૂલ્યું હતું. 
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
 
વિશ્વમાં  દુનિયાભરમાં 150 કરોડ અને ભારતમાં 36.5 યુઝર્સ ધરાવતી સૌથી  લોકપ્રિય મેઈલિંગ સર્વિસ છે. ગૂગલ ડ્રાઈવમાં પણ ફાઈલ અપલોડ કે ડાઉનલોડ થવામાં મુશ્કેલી ઉભી થયા બાદ ઉઠેલી ફરિયાદો પછી  ગૂગલે ડ્રાઈવની સેવાઓ પણ ખોરવાઈ હોવાનું સ્વીકાર્યું હતું.  
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.