વડોદરામાં 24 માર્ચે વડોદરામાં ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ યોજાશે

Spread the love

વડોદરા-મિ.રિપોર્ટર, ૨૨મી માર્ચ

સરદાર ધામ અમદાવાદ મિશન-2026 અંતર્ગત મધ્ય ગુજરાત સરદાર ધામ દ્વારા ૨૪મી માર્ચના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે શુભારંભ સમારોહ  તથા  ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશન કાર્યક્રમ-5નું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં  પાટીદાર સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અને વેપારી સહિત મધ્ય ગુજરાતના ૮ જિલ્લાના ૨૫ હજાર જેટલા પાટીદારો ભાગ લેશે.

ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશન કાર્યક્રમ-5ના આયોજન અને સરદાર ધામ અંગે ટ્રસ્ટી એચ.એસ.પટેલે જણાવ્યું હતું કે, સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે. ૨૪મી માર્ચના  રોજ વડોદરા ખાતે સાંજે 5 કલાકે યોજાનાર શુભારંભ સમારોહમાં સરદારધામની પ્રવૃત્તિનો સંદેશ મધ્ય ગુજરાતના સૌ પાટીદારના ઘરઘર સુધી પહોંચાડવાનો આશય છે. સરદારધામ દ્વારા ચાલતા ૮ સિવિલ સર્વિસ કેન્દ્રોમાંથી ફક્ત બે વર્ષમાં વર્ગ 1, 2, 3 માં 984 પાટીદાર યુવાનો જાહેર સેવા કેન્દ્રમાં જોડાયેલા છે. આગામી દિવસોમાં અમદાવાદ એસ.પી. રીંગ રોડ ખાતે રૂપિયા 150 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય સરદારધામ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.  આ ઉપરાંત GPBS-૨૦૨૦નું મહાત્મા મંદિર તથા હેલીપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ૧ લાખ ચો.મીટર જગ્યામાં જુદાજુદા સેક્ટરના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક મહિલાઓ માટે અને કૃષિ વિષયક હેતુ માટે ડોમને અનામત રાખવામાં આવેલ છે.