અમદાવાદ- મિ.રિપોર્ટર, ૧૯મી જુન.
અમદાવાદના સીજી રોડ પર આવેલા પેઈંગ ગેસ્ટ (PG) માં અડધી રાત્રે ઘૂસીને ઊંઘી રહેલી કેરટેકરને શારીરિક અડપલાં કરી હસ્તમૈથૂન કરતા સીસીટીવીમાં ઝડપાઈ ગયેલા યુવકને આજે પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે ધરપકડ કરેલા યુવકનું નામ ભાવિન પ્રવીણચંદ્ર શાહ હોવાનું અને તે ફૂડ ડિલિવરીનું કામ કરતો હોવાની વિગતો સપાટી પર આવી છે.
સીજી રોડ પર આવેલા એક PGમાં 14 જૂનની રાત્રે 12.50 કલાકની આસપાસ ભાવિન પ્રવીણચંદ્ર શાહ નામનો યુવક ધાબા પરથી ઘૂસે છે. તે સમયે તેણે પીળું ટીશર્ટ અને જીન્સ પહેરેલા હતા. તે ત્રીજા માળે પહોંચીને દરવાજો ખોલે છે અને કોઈ જોતું ન હોવાનું ચેક કરી રૂમના સોફા પર સુતી PGની કેરટેકરને શારીરિક અડપલાં કરે છે. તે કેરટેકરના માથા પાસે ઊભા રહીને તે હસ્તમૈથુન કરે છે અને આરામથી પોતાની બાઈક લઈને જતો રહે છે. આ યુવકની આ અશ્લીલ હરકતો PGના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બહાર આવતા જ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. તો બીજીબાજુ આ ઘટના બાદ મહિલાઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા થતા જ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને જેલના હવાલે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ભાવિન શાહ 12.53 વાગ્યે તે રૂમની બહાર ગયો અને બિંદાસ્ત બીજી છોકરીઓના રૂમ સુધી પણ પહોંચી ગયો. તેણે અન્ય છોકરીઓના રૂમમાં જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પકડાઈ જવાની બીકે ભાવિન ઝડપથી નીચે ઉતરીને પોતાની બાઈક લાઈને ફરાર થઈ ગયો હતો.