વડોદરા-મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી માર્ચ
શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગાયત્રી ઇન્ટરનેશનલ IVF સેન્ટરનું જર્મનીની મોર્ફીઅસ સાથે વંધ્યત્વ નું નિદાન કરવા માટે જોડાણ કરવામાં આવ્યું છે. બંનેના જોડાણ બાદ આજથી મોર્ફીઅસ ગાયત્રી ઇન્ટરનેશનલ IVF સેન્ટરનો શુભારંભ થયો હતો. હાલમાં દેશભરમાં મોર્ફિઅસના 31 જેટલાં સેન્ટરો છે. જેમાં ગુજરાતમાં સુરત, આણંદ બાદ વડોદરામાં સેન્ટર શરૂ થયું છે.
વાઘોડિયા વિસ્તારમાં છેલ્લાં 20 વર્ષથી ડો. પ્રિતીબહેન ઠાકોર ગાયત્રી મેટરનીટી અને નર્સિંગ હોમનું સંચાલન કરે છે. તાજેતરમાં જ જર્મનીની IVF ચેઈન મોર્ફીઅસ સાથે તેમણે જોડાણ કર્યું હતું. સ્ત્રી રોગ નિષ્ણાંત અને વંધ્યત્વ નિવારના સ્પેશ્યાલિસ્ટ ડો. પ્રિતીબહેન ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે, લેટ મેરેજ, ફેમિલી પ્લાનિંગ, ઇન્ફેક્શન અને ફાસ્ટ ફૂડ, વ્યસન જેવા કારણોસર 22થી 22 ટકા મહિલાઓ માતાનું સુખ મેળવી શકતી નથી. ડો. અરવિંદ ચંદ્રાએ મોર્ફિઅસ ગાયત્રી ઇન્ટરનેશનલ IVF સેન્ટર ખાતે નિઃસંતાન દંપતિઓને મફત સલાહ આપી હતી. જેમાં જરૂરીયાતમંદ દંપતિઓને સારવારમાં રાહત પણ આપી હતી. અમારો આ કેમ્પ તારીખ 20 માર્ચ સુધી ચાલશે.