ગાંધીનગર- ક્રાઈમ, મિ.રિપોર્ટર, ૧૭મી મે. 

ગુજરાતના પાર્ટનગર ગાંધીનગરમાં  સિરિયલ કિલિંગે લોકોને ડરાવવાની સાથે તેને પકડવામાં પોલીસને ભારે હંફાવી દીધા છે. જોકે હવે બહુચર્ચિત સિરિયલ કિલિંગ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધી જેના પર હત્યાઓ કરવાની આશંકા હતી તે કિન્નર રાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું છે. એટીએસે પૂછપરછમાં ખુલાસો થયો કે રાની કિન્નરની થયેલી હત્યાઓમાં કોઇ સંડોવણી નથી. 

રાજ્યમાં ઓક્ટોબર 2018 થી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી કરવામાં આવી હતી તેવો ખૂલાસો તપાસમાં થયો છે. 14 ઓક્ટોબરે દંતાલી નજીક જયરામ રબારીની હત્યા કરાઇ હતી, તેમની પાસેથી 70 હજાર રૂપિયાના દાગીનાની લૂંટ થઇ હતી. 9 ડિસેમ્બરે કોબા નજીક કેશવ પટેલની હત્યા થઇ હતી અને 26 જાન્યુઆરીએ શેરથા નજીક જુઠાજી ઠાકોરની હત્યા કરીને અઢી લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરાઇ હતી. ત્રણેય હત્યાઓ એક જ સ્ટાઇલથી કરવામાં આવતા ગાંધીનગર એસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરી સમગ્ર કેસની ઉંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. 

મુંબઇમાં પણ આ જ રીતે ટ્રેનમાં બે મહિલાઓની હત્યા કરાઈ હતી. ગાંધીનગરના હત્યારાનું મુંબઇ કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં હવે મુંબઇ પોલીસે પણ ગાંધીનગર પોલીસ સાથે મળી તપાસ શરૂ કરી છે. આમ પોલીસને હંફાવી રહેલાં આ કેસમાં એક નવો વણાંક આવ્ચો છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: