અજીબ-ગજબ, મિ.રિપોર્ટર, ૨૨મી મે

તમે તમારા ઘરમાં રાત્રે શાંતિથી સુતા હોવ ને તમારા બેડરૂમમાંથી રોજ ડરાવી દે તેવો અવાજ આવતો હોય તો? અડધી રાત્રે આવતા અવાજથી કોઈ પણ વ્યક્તિને ઘરમાં ભૂત પ્રેત હોવાનો અહેસાસ થાય ને તે ઘરમાં જવાનું ટાળે અથવા તો ઘરમાં ભૂત ને ભગાડવા માટે બાવાઓને બોલાવીને શાંતિ પાઠ કરાવતો થઇ જાય ? આવું જ કઈક સ્પેનના ગ્રેનેડામાં રહેતા એક પરિવારની સાથે પણ છેલ્લા બે વર્ષથી બની રહ્યું છે. 

સ્પેનના ગ્રેનેડામાં રહેતા એક પરિવારની સ્ટોરી સોશિયલ મીડિયા પર વધારે ચર્ચામાં છે, કારણ કે દીવાલની અંદરથી આવતા અવાજનો જ્યારે ભેદ ખુલ્યો ત્યારે બધા હેરાન થઈ ગયા હતા. દરેક પ્રકારના અવાજની તપાસ કર્યા બાદ જ્યારે દંપતી થાકી ગયું તો તેમણે એક સ્થાનિક મધમાખી પાળનારાનો સંપર્કગ કર્યો. બેડરૂમની દીવાલની તપાસ કર્યા બાદ તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે દીવાલ તોડી પાડવામાં આવી તો દરેકની આંખો પહોળી થઈ ગઈ. દીવાલની અંદર 80 હજાર મધમાખીઓ હતી.

મધુમાખી પાળનારા સર્જિયો ગ્વેરેરોની મદદથી મધમાખીઓને હટાવવામાં આવી. દીવાલની પાછળ એક મીટરથી લાંબો મધપૂડો હતો અને તેમાં 80 હજારથી વધારે મધમાખીઓ રહેતી હતી. સર્જિયોએ કહ્યું કે, ‘કપલે પોતાના બેડરૂમમાંથી છેલ્લા એક વર્ષથી અવાજ આવી રહ્યો હતો. મને તે સમજાતું નથી કે તેઓ આટલા લાંબા સમય સુધી કેમ સમજી શક્યા નહીં’.

 

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: