29મી ડિસેમ્બરથી હવે 100 ચેનલો માટે ચુકવવા પડશે ફક્ત રુ.130, તમારી પસંદગીની 65 ચેનલ પેકેજમાં સામેલ થશે…વાંચો.

Spread the love

મિ.રિપોર્ટર, ૧૯મી ડીસેમ્બર. 

૨૯મી ડિસેમ્બરથી ટ્રાઈ એટલે કે ટેલીકોમ રેગ્યુલેટરી અર્થોરિટી ઓફ ઇન્ડિયાનો નવો નિયમ લાગૂ થવા જઇ રહ્યો છે. નવો નિયમ લાગુ થવાથી ઘરમાં ડીટીએચ અથવા કેબલ પર ટીવી ચેનલનો માસિક ભાવ લગભગ અડધો થઇ શકે છે. જો ગ્રાહક સામાન્ય ફ્રી ચેનલ જોવા ઇચ્છે તો માત્ર ૧૩૦ રૂપિયામાં ૧૦૦ ચેનલ જોઇ શકશે. 
 
 
હાલના TRAIના આંકડા પર નજર ફેરવીએ, તો બ્રોડકાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં ટીવી ઇન્ડસ્ટ્રીના વર્ષ ૨૦૧૭માં રેવેન્યૂ અંદાજિત રૂપિયા ૬૬  હજાર કરોડ  હતું. જેમાથી ૩૫૮ બ્રોડકાસ્ટિંગ કંપનીઓના દેશભરમાં ૮૬૭ ટીવી ચેનલ તથા ૩૦૯ પે-ચેનલ છે. દેશમાં ૧૪૬૯ એમએસઓ અને અંદાજિત ૬૦ હજાર કેબલ ઓપરેટર્સ તથા ૬ ડીટીએચ કંપનીઓના માધ્યમથી લોકોના ઘરો સુધી પહોચાડવામાં આવે છે. 
 

પરંતુ હવે ૨૯મી ડિસેમ્બર બાદ ૧૦૦ ચેનલમાં ગ્રાહકની મરજીની ૬૫ ફ્રી ટૂ ઇયર ચેનલ, દૂરદર્શનની ૨૩ ચેનલ, ૩ મ્યૂઝિક ચેનલ, ૩ ન્યૂઝ ચેનલ અને ૩ મૂવી ચેનલ સામેલ થશે.   આ પેકેજમાં ગ્રાહકોને પોતાની પસંદની ચેનલો સિલેક્ટ કરવાની આઝાદી હશે. આ લાગુ થયા બાદ કોઇપણ ઓપરેટર અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર કંપની ગ્રાહકો પર બળજબરીપૂર્વક પેકેજ આપી શકશે નહીં.