પોદ્દાર વર્લ્ડ તથા ઇન્ટરનેશનલ અને DPS સહિતની 4 સ્કૂલ સામે FRCની લાલ આંખ : વાલીઓને રૂપિયા 1.9 કરોડ પરત કરવા આદેશ, 3 લાખનો દંડ ફટકાર્યો

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન-વડોદરા, મી.રિપોર્ટર, 5મી ફેબ્રુઆરી.

વડોદરાની ફી રેગ્યુલેશન કમિટી(FRC)એ વાલીઓ સાથે ઉઘાડી લૂંટ કરતી વડોદરા શહેરની પોદ્દાર વર્લ્ડ, પોદ્દાર ઇન્ટરનેશનલ, DPS કલાલી અને DPS હરણી સ્કૂલ સામે લાલ આંખ કરીને  લેટ ફી, ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે ઉઘરાવેલા 1.09 કરોડ રૂપિયા વાલીઓને પરત આપવાનો આદેશ કર્યો છે અને પોદ્દાર વર્લ્ડને બે લાખ અને પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કલને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરાની પોદ્દાર વર્લ્ડ સ્કૂલે લેટ ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી 2.23 લાખ રૂપિયા વસુલ્યા હતા. આ રકમ પરત કરવાનો FRCએ આદેશ કર્યો છે અને પોદ્દાર વર્લ્ડ સ્કૂલને બે લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ ઉપરાંત પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલે છેલ્લા 3 મહિનામાં ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે 27 લાખ રૂપિયા ફી વસુલી હતી. જે વાલીઓને પરત કરવા આદેશ કર્યો છે અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

એજ રીતે DPS કલાલી અને DPS હરણી સ્કૂલે ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે 80 લાખ રૂપિયા વસુલ્યા હતા. આ 80 લાખ રૂપિયા વાલીઓને પરત કરવાનો આદેશ FRCએ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ અને સંત કબીર સ્કૂલને 63 લાખથી વધુની ઉઘરાવેલી ફી વાલીઓને પરત કરવા આદેશ કર્યો હતો.

એફ.આર.સી કમિટીનું કહેવું છે કે, હજી પણ વિબગયોર,બિલાબોન્ગ, જીપીએસ સ્કૂલો સામે પણ ફરિયાદ આવી છે. આગામી દિવસોમાં તેમની સામે સુનાવણી હાથ ધરાશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.