વાસણા રોડની સંતકબીર સ્કૂલ અને હરણીની ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલને રૂ 63.15 લાખ ફી રિફંડ કરવાનો FRCનો હુકમ

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન-વડોદરા, મી.રિપોર્ટર, ૩૦મી જાન્યુઆરી. 

વડોદરા શહેરની બે સ્કૂલોને ફી રિફંડ કરવા FRC દ્વારા હુકમ કરાયો છે.  શાળાના 3 વિદ્યાર્થીઓના વાલીની ફરિયાદના પગલે 2124 વિદ્યાર્થીઓને રૂા.63.15 લાખ ફી રિફંડ મળશે. ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલે લેખિતમાં રિફંડની સંમતિ આપી અને સંત કબીર સ્કૂલે મૌખીક સંમતિ આપતા સૌથી પહેલા હુકમ કરાયો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

FRC દ્વારા ગ્લોબલ ડિસ્કવરીને 36.99 લાખ અને સંત કબીરને 26.16 લાખ ફી પરત આપવાનો આદેશ કરાયો છે. છેલ્લા દોઢ વર્ષ થી નિષ્ક્રિય થઇ ગયેલી એફઆરસી દ્વારા વિદ્યાર્થીઓ ફી રિફંડ કરવાનો ઓર્ડર કર્યો છે. બંને સ્કૂલના મળીને 2124 વિદ્યાર્થીઓને રૂ. 63.15 લાખ ફી પરત મળશે.ફી નિર્ધારણ સમિતિ દ્વારા સ્કૂલોની ફી નિયત કરવાની કામગીરી સોંપાઇ છે.

FRC ના પ્રતિનિધિ કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે હરણી ખાતે આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ દ્વારા 2019-20 ના વર્ષમાં 516 વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી પેટે 36.99 લાખ લીધા હતા તે પરત કરવા અને સંત કબીર સ્કૂલ દ્વારા જાન્યુઆરી ના છેલ્લા કર્વાટરમાં 1563 વિદ્યાર્થીઓ પાસે 26.16 લાખ લીધા છે તે રિફંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ સમિતિ દ્વારા વધારાની ફી લેવા બદલ વિદ્યાર્થીઓને 7 થી 8 લાખ રૂપિયા રિફંડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે તેમણે ફી રીફંડની આનાકાની કરતા સમિતિ દ્વારા 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હવે વધુ 2 સ્કૂલ સામે વધુ ફી વસુલવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં થનારી સુનાવણીમાં વધુ સ્કૂલો સામે કાર્યવાહી થવાની શકયતા છે.

ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલના વાલીઓએ અરજી કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે 2017-18 ના વર્ષમાં રૂ. 54,300, 2018-19 ના વર્ષમાં રૂ. 55,700 2019-20 માં 54,000 ફી વસૂલવામાં આવી છે. સ્કૂલ ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરેલી ફી કરતાં વધુ ફી લેતી હોઇ ફી પરત કરવાની માંગણી કરતી ફરીયાદ કરાઇ હતી. જેને પગલે ડી નિર્ધારણ સમિતિ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી અને ફી રિફંડ કરવાનો આદેશ કરાયો હતો.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.