ચાર કોલેજીયન યુવતી અને બે યુવક દારૂ ની મહેફિલ માણતા ઝડપાયા…જુઓ….

Spread the love

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૩૦મી જાન્યુઆરી. 

અમદાવાદના ગુરૂકુળ રોડ પર આવેલા યશપ્રભા એપાર્ટમેન્ટ પાસે વસ્ત્રાપુર પોલીસ સાયકલ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એપાર્ટમેન્ટમાંથી દારૂની મહેફિલ માણતા નબીરાઓ નશામાં બૂમો પાડતા હોવાનું જણાઈ આવતા જ પોલીસે  સાંભળ્યા દારૂની મહેફિલ  માણતા કોલેજીયન  ચાર યુવતી અને બે યુવાનને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

દારૂની મહેફિલ  માણતા કોલેજીયન  ચાર યુવતી અને બે યુવાનમાં   કુમેલ આલમ( ઉ.વ.21) યશપ્રભા એપાર્ટમેન્ટ, મેમનગર, રાજાપ્રતાપસિંહ રાજપૂત (ઉ.વ.28), સહજાનંદ એપાર્ટમેન્ટ ગુરૂકુળ રોડ, ધ્રુવી નાગોરી (ઉ.વ.20) ગોકુલ કોમ્પ્લેક્સ, ગુરૂકુળ, મહિમા આહુજા (ઉ.વ.20) ગોકુલ એપાર્ટમેન્ટ, મેમનગર, સીમોની ગુપ્તા (ઉ.વ.18),ભગીરથ સિટી હોમ્સ, નારોલ, પ્રકૃતિ ત્રિપાઠી (ઉ.વ.19) ગોકુલ કોમ્પલેક્સ, ગુરૂકુળનો સમાવેશ થાય છે. આ તમામ નબીરાઓ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતા હતા અને અભ્યાસ પૂર્ણ થતા દારૂ પાર્ટી યોજી હતી. તેમણે પાર્ટી માટે રાજસ્થાનથી વિદેશી દારૂ મંગાવ્યો હતો.