વડોદરાના BJPના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલના કર્મચારીની બર્થ ડે પાર્ટીમાં દારૂ ભરીને પાણીપુરી ખાધી, વિડિયો વાઈરલ

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-વડોદરા, મી.રિપોર્ટર, ૪થી માર્ચ. 

વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરતા ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન કાછીયા પટેલના કર્મચારીની બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ સાથે પાણીપુરીમાં દારૂ ભરીને દારૂ પાણીપુરીની મોજ માણતા વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેને પગલે રાજકીય મોરચે  મોરચે તો ચર્ચા નો વિષય બન્યો છે, સાથે સાથે ભાજપના કાર્યકરો બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જમાવે છે તો આવા શખ્સો સામે પોલીસ પગલાં ભારે તેવી પણ સોશિયલ મીડિયા પર માંગ ઉઠવા પામી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સમગ્ર વિવાદ અંગે ભાજપના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલે જણાવ્યું હતું કે, મારા કેટરિંગના વ્યવસાયમાં હેલ્પર તરીકે કામ કરતા નારૂભાઇનો જન્મ દિવસ હોવાથી હું ત્યાં ગયો હતો. કેક કપાઈ ગયા બાદ ત્યાંથી તુરંત નીકળી ગયો હતો. ત્યાર બાદ શું બન્યું તેની મને ખબર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાર્ટીમાં હાલના મહિલા કોર્પોરેટરના પતિ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન કાછીયા પટેલ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ભુપેન્દ્ર કાછીયા પટેલ, આ ઉપરાંત વોર્ડ નં-13ના પૂર્વ મહિલા કોર્પોરેટરના સંબંધી અને ભાજપના કાર્યકર ભરત દેવરે અન્ય કાર્યકર મિલિન્દ મુકાદમ સહિત કેટલાક કાર્યકરો અને કેટરિંગની પેઢીમાં કામ કરનારા કર્મચારીઓ આ દારૂની મહેફિલમાં જોડાયા હતા. પાર્ટીમાં હાજર કેટલાક લોકોએ દારૂની મહેફિલમાં દારૂ ને  પુરીમાં ભરી ને પીલે પીલે ઓ મેરે રાજાનું ગીત વગાડી મજા માણી હતી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.