કોરોના થી અમદાવાદમાં વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું મૃત્યુ

 
અમદાવાદ- મિ.રિપોર્ટર, ૨૭મી એપ્રિલ.
 
ગુજરાતમાં કોરોના નો આતંક વધી રહ્યો છે. જેમાં અમદાવાદમાં તો કેસ સતત વધી રહ્યા છે. વધેલા કેસમાં થોડા દિવસ અગાઉ AMCમાં વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ તેમજ જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ SVP હોસ્પિટલમાં બન્ને નેતાઓની સારવાર ચાલી રહી હતી.  જ્યાં  બદરુદ્દીન શેખની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.  આખરે  રવિવારે તેમનું  મૃત્યુ થઈ ગયું હતું. 

કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખને બ્લડપ્રેશર અને શુગરની તકલીફ પણ હતી. જેના કારણે કોરોના ઈન્ફેક્શનથી તેમની સ્થિતિ ગંભીર બની હતી આ ઉપરાંત તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. જેથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. જોકે, કોરોના સામે જંગ હારી જતાં અંતે AMCમાં વિપક્ષના પૂર્વ નેતાએ SVP હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. બદરુદ્દીન શેખના મૃત્યુ પર  ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી સહિત શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

 

 

 

Leave a Reply