સુરતમાં જ્વેલર્સ પર ટેક્સચોરીનો આક્ષેપ કરનારા પૂર્વ IT અધિકારીની 40 કરોડની 10 મિલકત મળી, વાંચો બીજું શું શું મળ્યું ?

www.mrreporter.in
Spread the love
 

સુરત – મી.રિપોર્ટર, 23મી ઓક્ટોબર. 

સોશિયલ મીડિયા પર  સુરતના જ્વેલર્સ સામે ટ્વિટર પર મની-લોન્ડરિંગનો આરોપ લગાવનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર આવકવેરાના સંકજામાં ફસાયા છે. આઇટી ના દરોડામાં  પૂર્વ આઇટી અધિકારી પીવીએસ શર્મા ની રૂપિયા  40થી 50 કરોડની વચ્ચેની 10 મિલકત ઝડપી  પડી ને વધુ   તપાસ  હાથ ધરી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સુરતના કલામંદિર જ્વેલર્સ પર ભૂતપૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ નોટબંધીની રાત્રે 110 કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી નાખ્યાનો આક્ષેપ  કરતા વિવાદ ઉભો  થયો હતો. આ વિવાદ બાદ  શર્માના ઘરે 21મીના રોજ રાત્રિથી ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. શર્માએ વર્ષ 2005-06 VRS લીધું ત્યારે ઇન્સ્પેક્ટરનો પગાર સ્કેલ 60 હજારની નજીક હતો. નોકરી છોડ્યાના 15 વર્ષ બાદ હવે તેમનો એક કંપનીમાં પગાર દોઢ લાખ છે, અત્યારસુધી 90 લાખનું કમિશન પણ મેળવી ચૂક્યા છે તેવી વિગતો શોધી ને વધુ તપાસ  હાથ ધરી છે. 

કોણ છે પીવીએસ શર્મા?

સુરત આઇટીમાં 90ના દાયકામાં પીવીએસ શર્માનું પોસ્ટિંગ થયું હતું. તેઓ યુનિયનમાં પણ રહ્યા હતા. MLA  લડવા માટે  વીઆરએસ લઇ લીધું હતું , જોકે પાર્ટીએ  તેમને  ટિકિટ  આપી ન હતી.  ત્યાર બાદ તેઓ સક્રિય રીતે 2007માં ભાજપમાં જોડાયા હતા. 2010થી 2015ની ટર્મમાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે.

પીવીએસ શર્માના ઘરે થી પકડાયેલા દસ્તાવેજમાં શું પકડાયું  ?

(1)  શાહ પ્રજાપતિ એન્ડ કન્સ્ટ્રકશનમાં પણ શર્મા ડાયરેક્ટર છે. પત્ની પણ તેમાં ડાયરેક્ટર પૈકીની એક છે. આ કંપનીની કેપિટલ એક લાખ છે અને 2.02 કરોડની વેલ્યુ છે. આ કંપનીમાં બિલ્ડર ભરત શાહ અ્ને ધવલ શાહ પણ શેરહોલ્ડર છે. અધિકારીઓ કહે છે કે શર્મા પાસે આ કંપનીના એક પણ શેર નથી. આ શેલ કંપની છે કે કેમ એની પણ તપાસ થઈ રહી છે.

(2) મુંબઇની કુસુમ સિલિકોન કંપનીમાં પીવીએસ શર્માએ નોકરી બતાવી છે, જે કંપનીમાં તેઓ વર્ષ 2011થી જોડાયેલા બતાવાયેલા છે. મહિને દોઢ લાખનો પગાર મળે છે અને અત્યારસુધી આઠથી નવ વર્ષમાં તેમને 90 લાખનું કમિશન પણ મળી ચૂકયું છે. અધિકારીઓ કહે છે કે મુંબઇની કંપનીમાં તપાસ ચાલુ છે. સ્ટાફ શર્મા કોણ છે એ પણ ઓળખતા નથી. કંપની શું કરે છે, શર્મા સુરતમાં રહેતા હોય, પગાર કંઇ બાબતનો ચૂકવવામાં આવે છે એની તપાસ થઈ રહી છે. આ ઉપરાંત કુસુમ ડાઇકેમ નામની પણ એક કંપની મળી છે જેની પણ તપાસ ચાલી રહી છે. આ કંપનીના માલિક કુસુમ ખંડેલિયા અને કૌશલ ખંડેલિયાના પાર્લેપોઈન્ટસ્થિત ઘરે પણ દરોડા પડાયા છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.