મિ.રિપોર્ટર, ૧૨મી જાન્યુઆરી.
પરણિત સ્ત્રી સેક્સ દરમિયાન જો ગર્ભથી બચવા માગતા હોવ તો અનેક ઉપાય છે. જેમાં ફીમેલ કોન્ડોમથી લઇને ગર્ભનિરોધક દવાઓ સામેલ છે. પરંતુ જ્યારે વાત પુરુષોની આવે છે ત્યારે તેમની પાસે એક જ ઉપાય છે કૉન્ડોમ. જો કે હવે નિરાશ થવાની જરૂર નથી, કેમકે હવે એક નવી ટેક્નોલોજી શોધવામાં આવી છે, જેની મદદથી પુરુષોને કોન્ડોમ પહેરવાથી છૂટકારો મળશે.
હાલમાં આના પર બહુ મોટા પ્રમાણમાં રિસર્ચ ચાલી રહ્યું છે. જેમાં સંશોધનકર્તાઓ પુરુષો માટે ગર્ભનિરોધક દવા બનાવવામાં લાગ્યા છે. પરંતુ આ મામલે કોઈ ખાસ સફળતા હાથ લાગી નથી. પરંતુ તાજેતરમાં સામે આવેલ એક રિપોર્ટ મુજબ ટૂંક સમયમાં જ પુરુષો માટે માર્કેટમાં એક નવી ટેક્નોલોજી ઉપલબ્ધ થશે. આ ટેક્નોલોજીના ઉપયોગથી પુરુષોના શરીરમાં એક સ્વિચ લગાવી દેવામાં આવશે. જેના દ્વારા સ્પર્મના ઈજેક્યુલેશનને ઓન ઓફ કરી શકાશે. હકીકતમાં આ સ્વિચ સ્પર્મ નળીને ખોલવામાં અને બંધ કરવામાં સમર્થ હશે.
આ નવી ટેક્નોલોજી પાછળ સંશોધનકર્તાઓનો તર્ક એ છે કે, પુરુષોમાં કોન્ડોમ ના લીધે સેક્સનો આનંદ માર્યો જાય છે. તેઓને ગર્ભથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ એક મજબૂરી જેવો લાગે છે. જોકે આ સમસ્યાનું સમાધાન ટૂંકમાં જ મળી શકે છે. જેથી પુરુષોને કોન્ડોમ પહેરવાની ઝંઝટમાંથી જ મુક્તી મળી શકે છે.