વડોદરા – મી. રીપોર્ટર, ૨જી સપ્ટેમ્બર.
સમગ્ર દેશમાં કોરોના ની મહામારીનો આતંક થયાવત છે, કોરોના વોરીયર્સ ના સથવારે લોકો કોરોના સામે લડી રહ્યા છે. એમાય છેલ્લા ત્રણ-ચાર મહિના થી લોકો કોરોના ના કારણે ઘરે જ બેઠા છે, કામ પૂરતા જ ઘરની બહાર નીકળે છે. આવા સંજોગોમાં લોકો ઘરે બેસી ને કંટાળી ગયા છે. હવે લોકો પોતાનો કંટાળો દુર કરવા, ફ્રેશ હવા ખાવા અને મન- હ્રદય ને પ્રફુલ્લિત કરવા માટે પોતાના પરિવાર સાથે વિકેન્ડની મજા માણવા માટે કાર લઈને નીકળી પડે છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
વડોદરા અને તેમની આસપાસ ઘણા નાના મોટા પ્રવાસ લાયક સ્થળો છે. પરંતુ વરસાદી માહોલ અને સોળે કળાએ ખીલેલા કુદરતી વાતાવરણની મઝા માણવી હોય તો પાવાગઢ એક સુંદર અને રમ્ય સ્થળ છે. વડોદરા શહેર થી ૫૦ કિલોમીટર દુર આવેલા પાવાગઢ અને તેની નજીક નું સૌંદર્ય- વાતાવરણ મન ને મોહી લે તેવું છે. તેનો વહેલી સવારનો નજરો જોઈએ ને તમે સાપુતારા ને પણ ભૂલી જશો.