રાવપુરા બેઠક માટે બાલુ શુક્લે વાડી ભારતમાતા મંદિર ખાતે પત્ની-પુત્રી સાથે શાસ્ત્રોકત વિધિથી પુજા પાઠ કરીને જંગી રેલી કાઢી ને ફોર્મ ભર્યું

www.mrreporter.in

રાજનીતિ- વડોદરા,મિ.રિપોર્ટર, ધીરજ ઠાકોર, 15મી નવેમ્બર. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વડોદરાની રાવપુરા બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવાર બાલુ  શુક્લે આજે વાડી ના ભારતમાતા મંદિર ખાતે પત્ની-પુત્રી સાથે શાસ્ત્રોકત વિધિ વિધાન થી પુજા પાઠ કરી ને ખુલ્લી  જીપ સાથે  જંગી રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, તેમની રેલીમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, સાંસદ  શ્રીમતી રંજનબેન ભટ્ટ,  પૂર્વ મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ અગ્રણી નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા સ્થાનિક કોર્પોરેટર પણ જોડાયા હતા. જંગી રેલી સ્વરૂપે નીકળી ને કલેક્ટર કચેરીએ પહોંચી ને વિજય મુહર્તમાં ફોર્મ ભરીને જીત નો દાવો કર્યો હતો. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

 

www.mrreporter.inવિધાનસભાની ચૂંટણી ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ફોર્મ ભરવાના  અંતિમ બે દિવસ બાકી હોઈ રાવપુરા વિધાનસભા બેઠક માટે ભાજપના સત્તાવાર ઉમેદવાર બાલુ  શુક્લ આજે વિજય મુહર્તમાં ફોર્મ ભરવા માટે ઘરે થી પત્ની અને પુત્રી સાથે નીકળ્યા હતા. સૌ પ્રથમ બાલુ  શુક્લ વાડી ના ભારતમાતા મંદિર ખાતે પત્ની-પુત્રી સાથે શાસ્ત્રોકત વિધિ વિધાન થી પુજા પાઠ કરીને ભગવાન ના આર્શિર્વાદ મેળવ્યા હતા. ત્યાંથી તેઓ કાર્યકર્તા અને શહેર ભાજપના નેતા સાથે વાડી વિસ્તારમાં જુના ઐતિહાસિક મંદિર મૈરાળેશ્વર ગણપતિ મંદિર અને વાડી મહાદેવ તળાવ પાસે આવેલ પ્રતાપ રુદ્ર હનુમાન ની પુજા કરી દર્શન કર્યા હતા.

www.mrreporter.in

ત્યાંથી  તેઓ ખુલ્લી જીપમાં કલેકટર કચેરીએ ફોર્મ ભરવા માટે  જંગી રેલી સ્વરૂપે નીકળ્યા હતા. તેમની આ જંગી રેલીમાં સેંકડો કાર્યકતા અને શહેરના નેતા બાઈક સાથે જોડાયા હતા. ખાસ કરીને રાવપુરા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ  શ્રીમતી રંજનબેન ભટ્ટ,  શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, પ્રદેશ અગ્રણી નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા સ્થાનિક કોર્પોરેટર પણ જોડાયા હતા.   રેલીના માર્ગ પર  સ્થાનિક લોકોએ ઉમેદવાર બાલુ  શુક્લ નું સ્વાગત કરીને જીત માટે અભિનંદન આપ્યા હતા. જયારે કાર્યકર્તાઓ જાણે તેઓ ચૂંટણી જીતી ગયા હોય તેમ ફટાકડા ફોડી ને વિજ્યોઉત્સવ મનાવ્યો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
 

 

 

Leave a Reply