ગુજરાતમાં સર્વપ્રથમવાર ગાય ના છાણા માંથી જમણી સુંઢના ગણેશજી ની મૂર્તિ નું નિર્માણ…જુઓ.વિડીયો..

Spread the love

વડોદરા- મી.રીપોર્ટર, ૨૦મી ઓગસ્ટ. 

દેશમાં પર્યાવરણના જતન માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. મોટા મોટા કેમ્પેઈન ચલાવવામાં આવે છે. આમ છતાંય વાસ્તવિકતામાં પર્યાવરણને સાચવવામાં કે તેના જતનમાં જોઈએ તેવી સફળતા સરકારને મળી નથી. દેશમાં ગણેશ મહોત્સવ દર વર્ષે બહુ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવે છે અને વિસર્જન પણ થાય છે.  વિર્સજન બાદના જે ફોટા આપણી સામે આવે છે. તેને જોઈને આપણને ભારે દુઃખની લાગણી થાય છે.  જે ગણેશજી ની મૂર્તિ ની પૂજા કરી,  એ જ  ભગવાન ની મૂર્તિ વિસર્જન પછી જેમ તેમ પડી હોય છે, જાણે  ભગવાન આપણ ને કહેતા હોય કે આ છે તમારી ભક્તિ ?

જોકે હવે  દેશમાં અનેક લોકો એવા છે કે તેઓ પર્યાવરણને બચાવવા માટે આગળ આવી રહ્યા છે. આવા લોકોમાં વડોદરાનો કલાકાર કિશન શાહ પણ સામેલ થયો છે.  શહેરના કલાકાર કિશન શાહે રાજ્યમાં સર્વપ્રથમ વાર ગાય ના છાણા માથી સુંદર નયનરમ્ય ગણેશજી ની મૂર્તિ બનવાની છે.  કિશન શાહે ગાય ના છાણા માંથી બનાવેલી  ગણેશજી ની મૂર્તિ ૨ ફૂટ ઉચી અને ૧.૫ ફૂટ પહોળી છે. મૂર્તિની વજન ૪૮ KG જેટલું છે. જમણી સુંઢના ગણેશજી ની મૂર્તિ બનાવતા કિશન શાહને ૭ કલાક લાગ્યા હતા. 

ગુજરાતમાં સર્વપ્રથમવાર ગાય ના છાણા માંથી જમણી સુંઢના ગણેશજી ની મૂર્તિ બનાવનાર કિશન શાહે ” મી.રીપોર્ટર ન્યુઝ ” ને જણાવ્યું હતું કે,  શહેરમાં દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે શહેરના  વિવિધ વિસ્તાર ના યુવક મંડળો અને ઘરમાં 7 હજાર જેટલી નાની-મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. જેમાં મોટાભાગની  મૂર્તિઓ પ્લાસ્ટરઓફ પેરીસ (pop) થી બનાવેલી હોય છે. જેને તળાવ અને નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. પ્લાસ્ટરઓફ પેરીસ થી બનાવેલી શ્રીજીની મૂર્તિ વર્ષો સુધી ઓગળતી નથી. તે તળાવ અને નદીમાં એમ ને એમ જ રહે છે. વળી તેના ગુણધર્મો કેમિકલ યુક્ત હોવાથી તળાવ કે નદી ને પ્રદૂષિત કરે છે. 

POP માંથી બનેલી મૂર્તિ માછલી સહીતના અન્ય જળચર પ્રાણીઓ માટે ઘાતક હોય છે. એટલુંજ નહિ પણ પર્યાવરણને પણ દુષિત કરે છે. તો બીજીબાજુ માટી થી બનાવેલ શ્રીજી ની મૂર્તિ તળાવ કે નદીમાં  પીગળતા 3 થી 4 કલાક જેટલો સમય લાગે છે. જયારે  ગાય ના છાણા થી નિર્માણ કરેલ શ્રીજી ની મૂર્તિ 2 થી 2 :50 કલાક જેટલો સમય પીગળતા લાગે છે. ગાય ના છાણા થી નિર્માણ કરેલ શ્રીજી ની મૂર્તિ મા રહેતા પંચતત્વ ના ગુણો પાણીમા રહેતા જળચરો પૂરતા પ્રમાણમાં તેમાંથી શક્તિ વધૅક તત્વો પણ મળી રહે છે.  મે પર્યાવરણ નું જતન કરવા ના ઉદ્દેશ્ય ને કેન્દ્ર માં રાખીને પ્રદૂષણરહિત  ગાય ના છાણા મૂર્તિ નું નિર્માણ કર્યુ છે.

છાણા થી બનાવેલ ગણેશજીની મૂર્તિ પયૉવરણ ને પણ ઉપયોગી છે ….

આમ પણ ગાય ના  છાણા ને આપણે પવિત્ર જ માનિયે છે. જયારે પણ આપણે કોઈપણ  શુભ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે ગાય ના છાણા નો વિશેષ ઉપયોગ કરીએ  છીએ. એમાં પણ હિંદુ ધર્મમાં  દરેક જાતના હવન કરતા પહેલા સ્થળની  શુધ્ધતા કરવા માટે ગાય ના છાણા નો લીંપણ લગાવીયે છીએ. આપણે એવું માનીએ છે કે આપણું ઘર પવિત્ર રહે અને ઘરમાં લક્ષ્મીજી નો વાસ રહે છે. વેદોમાં એક કથા છે કે, બધાં  જ દેવી દેવતાઓ એ ગાય ના દરેક અંગો મા પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે . જ્યાં  લક્ષ્મીજી નો ગાય ના છાણા મા પણ  વાસ રહેલો છે . તેટલા માટે જ  ગાય ના છાણા ને પવિત્ર માનવામાં આવે છે. 

શાસ્ત્રો અનુસાર ગાય ના છાણા ના વિવિધ નામ શું છે ? 

1. ગોવિન્દ
2. ગોશકૃત
3. ગોપરીષમ
4. ગોવિષ્ઠા
5. ગોમલ

अग्रंमग्रं चरंतीना, औषधिना रसवने तासांऋषभपत्नीना,पवित्रकायशोधनं यन्मे रोगांश्वशोकांश्व, पापं में हर गोमय.

અર્થ : જંગલમાં અનેક ઔષધિ ના રસ ગ્રહણ કરવા વાળી ગાય,  તેનુ પવિત્ર અને શરીર શોધવા વાળા છાણ તુ મારા રોગ અને માનસિક શોક અને તપ નો નાશ કર.

અત્રે ઉલ્લેનીય છે કે, ગાય ના છાણા માં થી બનાવેલ ગણેશજી માટે ગાય ગૌશાળાની હોવી જોઈએ. કેમ કે ગૌશાળામાં ગાય માતાને  ઘાસ ના પૂડા,લીલું ઘાસ, ધંઉ ની ધૂધરી આપવામાં આવે છે. તે ગાયના છાણમાંથી જ ગણેશજી ની મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.