સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવારદીઠ થાળીના રૂ 135 અને પાણીની બોટલના રૂ. 20 ગણાશે

www.mrreporter.in
Spread the love

રાજનીતિ- મી.રિપોર્ટર, 13મી ફેબ્રુઆરી.

આગામી 21મી અને 28મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના 6 મહાનગરપાલિકાઓ તથા  જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે.  આ ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર માટે ચૂંટણીપ્રચારની મતદાન દરમિયાન થતા ખર્ચની મર્યાદા નક્કી  કરવામાં આવી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્ય ચૂંટણી પંચ મુજબ, દરેક ઉમેદવાર જમવાની થાળી (પ્રતિ થાળી) રૂ.135, ચા-નાસ્તો (વ્યક્તિદીઠ) રૂ.45, પાણીની બોટલ રૂ.20, વોટરજગ (ર0 લીટર) રૂ.40, આઈસ્ક્રીમ (પ્રતિ નંગ) રૂ.20.00, સ્વીટ (પ્રતિ કિગ્રા.) રૂ.325 નો ખર્ચ નિશ્ચિત કરાયો છે. તેમજ ઇલેક્ટ્રિક સાધનો, પ્રચાર માટેના સાધનો (પોસ્ટર, હોર્ડિંગ, ટોપી), ફર્નિચર ભાડાના દર (ટેબલ, ખુરશી, સોફા)નો દર પણ નક્કી કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવે છે, તેના કરતા રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પાણીની જેમ રૂપિયા વાપરે છે. એમાંય જ્યાં કાંટે ની ટક્કર હોય ત્યાં તો સૌથી વધુ મતદારોને ખુશ કરવા માટે કરોડો રૂપિયા વાપરીને મત  મેળવવામાં આવે છે. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Mrreporter.in ની મોબાઇલ એપ્લિકેશન.