56 દિવસ સુધી વેન્ટિલેટર પર રહેલી બ્રેન ડેડ મહિલાએ પ્રેગ્નેન્ટ મહિલા એ બાળકને જન્મ આપ્યો અને પછી શું થયું …વાંચો ?

Spread the love

મેડીકલ-મિ.રિપોર્ટર, ૧લી એપ્રિલ

દેશ થી માઈલો દુર આવેલા પોર્ટુગલમાં ગુરુવારે 26 વર્ષીય બ્રેન ડેડ  એથલિટ મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ થોડા સમયમાં જ મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસેમ્બર મહિનામાં કેથરીના સેકેરા નામની મહિલા કોમમાં ચાલી ગઈ હતી. ત્યારથી હોસ્પિટલમાં દાખલ હતી. જ્યાં  ડોક્ટર્સે તેને બ્રેન ડેડ જાહેર કરી હતી તેમ છતાં મા પોતાના બાળક માટે જીવતી હતી.

ડોક્ટર્સે જણાવ્યું કે, એથલિટ 26 વર્ષીય કેથરીના સેકેરાના 56 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી જેથી તેના ગર્ભમાં રહેલું બાળક જીવતું રહે. કેથરીનાની ડિલિવરી માટે અમે શુક્રવાર સુધી રાહ જોવાના હતા કારણકે આ દિવસે ગર્ભાવસ્થાના 32 અઠવાડિયા પૂરા થવાના હતા. પરંતુ કેથરીનાની બગડતી તબિયતને જોતાં ગુરુવારે જ ડિલિવરી કરાવી દીધી. 32 અઠવાડિયા સુધી પ્રેગ્નેન્ટ રહ્યા બાદ બાળકનો જન્મ થયો. બાળકનું નામ સ્લવાડોર રાખવામાં આવ્યું છે અને તેનું વજન 1.7 કિલોગ્રામ છે. બાળકને આગામી 3 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. 

કેથરીનાનો પતિ બ્રૂનો અને પરિવાર ઈચ્છતો હતો કે બાળક જીવતું રહે. રિપોર્ટ મુજબ, કેથરીનાની માતા ડે ફેટિમાએ કહ્યું કે, તેમણે 26 ડિસેમ્બરે જ દીકરીને અલવિદા કહી દીધું હતું. હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું, “માતાએ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને જીવતું રાખવા માટે પોતાને દાન કરી દીધી. માતાના આ નિર્ણયને કોઈ પડકારી ન શકે.”