ફૂડ કાર્નિવલમાં રશિયન ડાન્સ, ફોક ડાન્સનું આકર્ષણ : બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ, યુવાનો માટે સેલ્ફી પોઇન્ટ
વડોદરા-મિ.રિપોર્ટર, ૮મી મે
ઉનાળા વેકેશનની શરૂઆત થતાંજ શહેરમાં સમર મેલા, વોટર પાર્ક, ફૂડ ફેસ્ટીવલ, સ્વિમીંગ પુલની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે વડોદરામાં ફૂડ, ડાન્સ અને મ્યુઝીકના લાઇવ પ્રોગ્રામો સાથેનો મોટો કાર્નિવલ શરૂ થયો છે. આ લાઇવ પ્રોગ્રામો સાથે ફૂડ ફેસ્ટીવલ અને બાળકોના આનંદ-પ્રમોદ માટેના પાર્કની થયેલી શરૂઆતે શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું છે.
શહેરના સેવાસી રોડ સ્વપન પ્રજાપતિ દ્વારા ટેસ્ટ ઓફ વડોદરાનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, ફૂડ ફેસ્ટીવલના આયોજન થતાં હોય છે. પરંતુ, અમારા આ કાર્નિવલમાં રોજેરોજ ઇડીએમ નાઇટ, રશિયન ડાન્સ, ફોક ડાન્સ, બેટલ ઓફ બેન્ડસ, ફેશન શો, હાઉસી નાઇટ, સ્ટંટ શો વિગેરે સાથે લોકોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ફૂડનો લહાવો મળશે. આ ઉપરાંત બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ અને યુવાનો અને યુવતીઓ માટે આકર્ષક સેલ્ફી પોઇન્ટ બનાવ્યા છે. આ કાર્નિવલ માં વડોદરાના કલાકારોને પણ ચાન્સ આપવામાં આવ્યો છે. આ કાર્નિવલ ની થીમ વિદેશોના સુંદર કાર્નિવલ માંથી લીધી છે. વડોદરામાં જ નહિ પણ ગુજરાતમાં પણ આવો આ પહેલો કાર્નિવલ હશે. આગામી વર્ષમાં અમે નવી થીમ સાથે આવીશું.