વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટીના કૃષિ મહાવિધાલય ખાતે ફૂલોત્સવ યોજાયો : ૨૮ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી

Spread the love

વડોદરા, મિ.રિપોર્ટર, ૧૮મી ફેબ્રુઆરી. 

શહેરના  વાઘોડિયા ખાતે પારૂલ યુનિવર્સિટી  હેઠળ ચાલતા કૃષિ મહાવિદ્યાલયમાં જ તાજેતરમાં જ  યુનિવર્સિટીના કેમ્પસમાં જ ફૂલ-છોડના ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ અને બાગાયત વિભાગના સ્નાતકના વિદ્યાર્થીઓ દ્વારા કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી તૈયાર કરવામાં આવેલા ફૂલ અને છોડનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન પારૂલ યુનિવર્સિટીના પ્રમુખ ડો. દેવાંશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે રજિસ્ટ્રાર ડો. એચ. એસ. વિજયકુમારે પણ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

પારૂલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ફૂલ-છોડના ભવ્ય પ્રદર્શનમાં ૨૮ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.  ફૂલોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને માર્કેટિંગની શૈલીનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ સમજણ આપવામાં આવી હતી. જે પ્રદર્શનમાં સ્પષ્ટ પણે દેખાઇ આવતી હતી. પ્રદર્શન માટે વિદ્યાર્થીઓ દ્વારા ખાસ નમૂનાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં બોર્ન ફાયર, અખેલા ગાર્ડન, હેગ બાસ્કેટ, બોટલ ગાર્ડન ઉપરાંત વિવિધ આકર્ષક કુંડાઓનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનીની યુનિવર્સિટીની જુદી-જુદી ૨૮ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી કૃતિન પ્રજાપતિએ ફૂલોત્સવ વિષે જણાવ્યું હતું કે, ફૂલોત્સવથી વિદ્યાર્થીઓને પ્રાયોગીક ધોરણે ઘણો લાભ થાય છે અને બાગાયતને લગતી ટેક્નિકલ બાબતોની ઉડાણ પૂર્વકની માહિતી મળે છે.

આ અંગે પારૂલ યુનિવર્સિટીના પ્રમુખ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ફ્લોરીકલ્ચર અને લેન્ડસ્કેપિંગના ક્ષેત્રમાં ભવિષ્યના દ્રષ્ટિકોણ તેમજ આવનારી મુશ્કેલીઓ અંગે સચોટ માર્ગદર્શન મળે તેનો હોય છે. અને આવા આયોજનોથી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય છે અને તઓને પ્રેરણા મળે છે. આ ઉપરાંત લોકોને વિવિધ પ્રકારના ફૂલો તેમજ છોડની માહિતી આપીને વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવે છે…જુઓ..વિડીયો…