ફર્સ્ટ ડેફ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૧૮માં ગુજરાત નો ડંકો : જોકે ભારત ફાઈનલ હાર્યું

મિ.રિપોર્ટર, ૨જી ડીસેમ્બર. સત્યમ નેવાસકર

 ડી.સી.એસ ડેફ ક્રિકેટ સોસાયટી દ્વારા આયોજિત ડેફ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૧૮માં ભારતનો કારમો પરાજય થતાં તે  પ્રથમ રનર્સ અપ બન્યું હતું. 

ભારત (ડી.આઈ.સી.સી.) ની ફઈનલ મેચ શ્રીલંકા  સામે હતી. જેમાં શ્રીલંકાની ટીમે ૨૦ ઓવરમાં  ૧૪૫/૯  રન કર્યા હતા. જયારે ભારતે તેના જવાબમાં ૧૦૯/૧૦ પર સમેટાઈ ગયું હતું. શ્રીલંકાનો ૩૬ રનથી વિજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ રણ  સાઈ આકાશે નોધાવ્યા હતા. તેણે ૩૨ બોલમાં ૨૯ રન કરીને ગૌરવ આપવ્યું છે. ભારત તરફથી સર્વાધિક વિકેટ લેવા વાળા નદીમ શેખ હતા,  જેઓને ૩ ઓવેર નાખી ને ૧૭રન આપીને ૨ વિકેટ લીધી હતી. 

૨૪ નવેમ્બર થી ૩૦ નવેમ્બર ગુડગાંવના  તેરી ગામ ક્રિકેટ ગ્રાઉન્ડસ ઉપર યોજાઈલી મેચમાં  ટીમ ના કપ્તાન વીરેન્દ્ર સિંગ જે હિમાચલ પ્રદેશ ના છે અને વાઈસ કપ્તાન વડોદરા ગુજરાતના ઇમરાન શેખ હતા ટીમની કાયાપલટ કરનારા અને ટીમ નો મનોબળ વધારવાનું કામ ટીમના ફિટનેસ કોચ કિરણ સાનેએ સાંભળેલું અને એ આ ટીમને એક અલગ ઉચાઇ ઉપર લઈ ગયા હતા. ટુર્નામેન્ટમાં મુખ્ય કોચ ની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. જોકે તેમની ગેરહાજરીમાં પણ ફિટનેસ કોચ કિરણ સાને એ ટીમ ની ફિટનેસ થી લઈને બેટિંગ,બોલિંગ અને ફિલ્ડીંગ ની ટ્રેનિંગ પૂરી પાડી . બી.સી.એ તથા બી.સી.સી.ઈ તરફથી કોઈ સાથ સહકાર ના મળવા છતાઈ આખી ટીમ એક જઝબા સાથે ઉતરી અને પહેલા ડેફ ટી૨૦ વિશ્વકપમાં રનર્સઅપ થઇ.અંતરરાષ્ટ્રીય ખિલાડીમાંથી ફક્ત મુનાફ પટેલ એ ટીમને શુભેચ્છા આપી હતી.