કોરોના વાઈરસના લીધે ગુજરાતમાં પ્રથમ મોત : સુરતના 69 વૃદ્ધ નું મોત, વડોદરામાં વૃદ્ધાના મોતના રીપોર્ટની રાહ

Spread the love

હેલ્થ- વડોદરા, 22મી માર્ચ.

ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર વધતો જાય છે. રાજ્યમાં આજે એક સાથે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં  અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1,વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ સમાવેશથાય છે. આ 18 કેસોની વચ્ચે હાલમાં સુરતમાં એક 69 વૃદ્ધનું મોત નીપજ્યું છે. જયારે વડોદરામાં મૃત્યુ પામેલી વૃદ્ધાના કોરોના વાઈરસના રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. 

કોરોના લીધે રાજ્યમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. સુરતમાં ૬૭  વર્ષના વૃદ્ધ જેઓ અસ્થામાની બીમારી થી પીડાતા હતા. જેમની કોરોના વાઈરસના લીધે કીડની ફેલ થઇ જતા મોત નીપજ્યું છે. એજ રીતે વડોદરામાં પણ SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ  શહેરના પ્રતાપનગર ખાતે રહેતી એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જે કોરોના વાઈરસ થી પોઝીટીવ હોવાનું કહેવાય રહ્યું છે. જોકે હજુ રીપોર્ટ બાકી છે. આ ઘટના ને પગલે આરોગ્ય વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. 

  • અમદાવાદ- 7, 
  • ગાંધીનગર-3, 
  • કચ્છ-1,
  • વડોદરા- 3,
  • રાજકોટ-1
  • સુરત-3

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)