અમદાવાદના આનંદનગરમાં 10થી વધુ ઝૂંપડાંમાં આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, ઝૂંપડાં સમગ્ર બળીને ખાખ…જુઓ  વિડીયો..

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, 25મી મે.  

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી છે. 10થી 12 ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે. આગ ઓલવવામાં આવે તે પહેલા જ આસપાસનાં મકાનોમાંથી લોકોએ પોતાની ઘરવખરી, સામાન, ગેસના બાટલા કાઢી દૂર કર્યા છે. જોકે ઝૂંપડાં સમગ્ર બળીને ખાક થઈ ગયાં છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.