લતા મંગેશકરનું ફેમસ ગીત ગાઈને સેલિબ્રિટી બનેલી રાનુ મંડલની મજાક ઉડાવનાર કોમેડિયન સામે નોંધાઈ FIR

લતા મંગેશકરનું ફેમસ ગીત ગાઈને સેલિબ્રિટી બનેલી રાનુ મંડલની મજાક ઉડાવનાર કોમેડિયન સામે નોંધાઈ FIR
Spread the love

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૨૯મી ઓગસ્ટ

તાજેતરમાં જ રેલ્વે સ્ટેશન પર એક વૃદ્ધ સ્ત્રી લતા મંગેશકરનું ફેમસ ગીત એક પ્યાર કા નગમા હૈ સૂરીલા અવાજમાં ગાતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો હતો. આ વીડિયોએ વૃદ્ધ સ્ત્રી રાનુ મંડલનું જીવન બદલી નાંખ્યુ. આટલું જ નહિ, બોલિવુડ સંગીતકારો તેની પાસે ગીત ગવડાવવા માટે પડાપડી કરી રહ્યા છે. તેણે હિમેશ રેશમિયા સાથે તેરી મેરી કહાની નામનું ગીત પણ રેકોર્ડ કર્યો છે.

રાતોરાત સ્ટાર બનેલી વૃદ્ધ રાનુ મંડલની સફળતાને વધાવવાને બદલે કેટલાક લોકો તેમની લોકપ્રિયતાની મજાક ઉડાવીને પોતાની સફળતા નો દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આવા લોકોની હરકતો અને તેવા લોકોને સોશિયલ મીડિયા પર લોકો ગાળો ભાંડી રહ્યા છે. એટલું જ નહિ પણ આવી રીતે મજાક ઉડાવવા બદલ તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોધાવી રહ્યા છે. 

દેશ- દુનિયામાં કે કઈ ઘટના બને કે સોશિયલ મીડિયા પર જે કંઈ વાયરલ થાય તેના ટ્રોલ અને મીમ્ઝ બનતા જ હોય છે,  પણ રાનુના કેસમાં કોઈએ આવી કલ્પના પણ નહતી કરી. ઓરિસ્સાના એક્ટર કમ કોમેડિયન પાપુ પોમ પોમે રાનુ મંડલની નકલ કરીને મજાક ઉડાવતો વીડિયો બનાવ્યો છે. લોકોએ તેના આ  ઓનલાઈન વીડિયોની ખાસ્સી ટીકા કરી રહ્યા છે. બધા જ્યારે રાનુના વખાણ કરી રહ્યા હતા ત્યારે આ કોમેડિયન તેની મજાક ઉડાવી રહ્યો હતો.

આ કોમેડિયન વિરુદ્ધ નિશ્ચિંતાકોઈલિ નાગરિક મંચમાં FIR દાખલ કરવામાં આવી છે. પાપુ પોમ પોમે રાનુની માફી માંગતા કહ્યું છે, “મેં આ વીડિયો લોકોમાં ગીત વધઉ લોકપ્રિય બને તે આશયથી બનાવ્યો હતો. આ એક કલાકાર તરફથી બીજા કલાકારને ભેટ છે. જો કે આ ક્લિપને લઈને કોન્ટ્રોવર્સી થઈ હોય અને મારા કામને કારણે કોઈને દુઃખ થયુ હોય તો હું માફી માંગુ છું.”

જો આપને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઈક અને શેર કરો. તમે તમારાં મોબાઇલના પ્લેસ્ટોરમાંથી Mr.reporter News ની એપ ડાઉનલોડ કરો & ઝડપથી સમાચાર મેળવો. એપ્સ Mr.reporter News ની લીંક મેળવવા માટે WhatsApp કરો : 9978099786