રૂપિયા 3,000 કરોડના ખર્ચે ઉભા થયેલા સ્ટેચ્યૂ અોફ યુનિટીની હકીકત જાણો..શું છે વિશેષતાઓ..

Spread the love

મિ.રિપોર્ટર, વડોદરા, ૨૭મી ઓક્ટોબર.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા૩૧મી અોક્ટોબરેભારતના સ્વતંત્રતા ચળવળના નેતા અને એકતામાં પ્રતીક એવા વલ્લભભાઈ પટેલની પ્રતિમા-સ્ટેચ્યૂ અોફ યુનિટીનું લોકાર્પણ કરશે. ૧૮૨ મીટર ની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા રૂપિયા ૩ હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ છે. આ પ્રોજેક્ટ પાછળ થયેલાં ખર્ચો હાલ રાજનીતિ કરવા માટેનો વિષય બન્યો છે.આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટની સ્થાપના સૌપ્રથમ ૭મી ઓક્ટોબર ૨૦૧૦ના રોજ કરવામાં આવી હતી. કુલ ૨૦ હજાર ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના ૧૨ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવ થી ઘેરાયેલી છે. ૧૮૨ મીટર ની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

સ્ટેચ્યૂ અોફ યુનિટી- ફેક્ટસ

 • 42 મહિનામાં જ પૂર્ણ કરી દેવાઈ
 • 1,347 કરોડ રૂપિયા મેઇન સ્ટેચ્યૂ માટે થયો છે ખર્ચ, 235 કરોડ રૂપિયા એક્ઝિબિશન હોલ માટે વપરાયા છે.
 • 83 કરોડ રૂપિયા બ્રિજના કનેક્શન અને 657 કરોડ રૂપિયા આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના- 15 વર્ષના સારસંભાળ માટે ખર્ચ થશે.
 • સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 182 મીટર ઊંચાઈ, 550 પ્લેટ બ્રોન્ઝનો ઉપયોગ, જે સ્પેશ્યલ ચીનથી આયાત કરાઈ હતી.
 • 3,400 મજૂર અને 250 એન્જિનિયરે રાતદિવસ મહેનત કરી છે.
 • 135 મીટર પર વ્યૂઇંગ ગેલેરી રહેશે.
 • 36 ઓફિસર દ્વારા દેશભરના 5 લાખ ખેડૂતો પાસેથી 5 હજાર ટન લોખંડ ભેગું કરાઈ આ યોજનામાં ઉપયોગ કરાયો છે.
 • 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા છે. 135 મીટર સ્ટેચ્યુના છાતીના ભાગે વ્યૂઇંગ ગેલેરીમાંથી આસપાસમાં આવેલ સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચળની મનોહર પર્વત માળા, ઝરવાણી ધોધ, વગેરે જોઇ શકાશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી: ત્રણ પ્રકારની ફી લેવાશે (વ્યક્તિ દીઠ)

 • બસ ટિકિટ 30 રૂપિયા ( GST સાથે )
 • એન્ટ્રી ટીકિટ 120 રૂપિયા (12 વર્ષ સુધીની વ્યક્તિની 60 રૂપિયા )
 • વ્યૂઇંગ ગેલેરી 350 રૂપિયા

7500 સ્ક્વેર મી.નું મ્યુઝિયમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 7500 સ્કવેર મીટરમાં સરદાર પટેલ મ્યુઝિયમ ઊભું કરાયું છે. તેમાં 40 હજાર દસ્તાવેજો, 2000 ફોટાં અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ સહેલાણીઓની સરદાર વિષે જાણકારી મળી રહેશે.

સ્ટેચ્યૂ અોફ યુનિટીમાં અા પ્રકારે બનાવેલી ગેલેરીમાંથી મુલાકાતીઅો બહારનો નજારો જોઈ શકશે. સ્ટેચ્યુમાં જવા માટે અેક લિફ્ટ બનાવાઈ છે. જેમાં 25 વ્યક્તિ અેક સાથે બેસીને જઈ શકશે. અહીંથી લોકોને નર્મદાની અાસપાસનો કિનારો જોવા મળશે.