કેન્સરથી પીડાઈ રહ્યા છે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશન : રિતિક રોશને શેર કરી પોસ્ટ…વાંચો

Spread the love

મુંબઈ, મિ. રિપોર્ટર, ૮મી જાન્યુઆરી. 

બોલીવુડ માટે કલાકારોની તબિયતને લઈને ખુબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં બોલીવુડમાં ઈરફાન ખાન, સોનાલી બેન્દ્રે અને આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપને કેન્સર થયું હોવાના દિલને ઘાયલ કરે તેવા સમાચાર મળ્યા હતા. હવે વર્ષ ૨૦૧૯ ના નવા વર્ષના પ્રારંભમાં પણ બોલીવુડ માટે ખરાબ સમાચાર લઈને આવ્યો છે. સુપર સ્ટાર હીરો રિતિક રોશનના પિતા રાકેશ રોશનને પણ કેન્સર થયું હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો બીજા કોઈએ નહિ પણ ખુદ રિતિકે પોતાના સોશીયલ મીડિયામાં પોસ્ટ મુકીને કર્યો છે. 

રિતિકે પોતાની પોસ્ટ  ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું હતું કે,  “મેં પિતાને સવારે મારી સાથે ફોટો પડાવવા પૂછ્યું. મને ખબર હતી કે સર્જરીના દિવસે પણ તે જિમ મિસ નહિં કરે. તે સૌથી સ્ટ્રોન્ગ વ્યક્તિ છે. તેમને ગળાનું પ્રારંભિક તબક્કાનું કેન્સર છે પણ તેમણે હોંસલો નથી ગુમાવ્યો. અમે પરિવાર તરીકે ખુશનસીબ છીએ કે અમને તેમના જેવા વડીલ મળ્યા છે. હું તમને ખૂબ પ્રેમ કરુ છું.”

અત્રે ઉલ્લેખનીય છે કે,  કહોના પ્યાર હૈ, કોઈ મિલ ગયા, ક્રિશ જેવી ફિલ્મોના સર્જક રાકેશ રોશને પુત્ર રિતિક રોશનને હીરો લઈને બનાવીને તેને સ્ટારડમ આપવામાં સિંહફાળો આપ્યો છે.