કોરોના સામે લડત : Twitter ના CEO જેક ડોર્સીએ 7500 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી..અત્યાર સુધીની મોટી મદદ ?

Spread the love

નવી દિલ્હી – મિ.રિપોર્ટર, ૮મી એપ્રિલ. 

વિશ્વમાં કોરોના ના કેસ વધી રહ્યા છે, તેવા માં આ મહામારી સામે લડવા માટે માઈક્રોબ્લોગિંગ સાઈટ Twitter ના CEO જેક ડોર્સીએ એક અબજ ડોલર એટલે કે 7500 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી છે. ડોર્સીએ પોતાની tweet માં કહ્યું છે કે,  આ રકમ તેમની કુલ સંપત્તિના 28% થવા જાય છે.  તે દાનની સમગ્ર રકમ તેમના ચેરિટિ ફંડ સ્ટાર્ટ સ્મોલ એલએલસીને આપવામાં આવશે. દાનની રકમ તેના ડિજિટલ પેમેન્ટ ગ્રુપ સ્ક્વેર ઈન્કમાં તેની ભાગીદારીમાંથી આપવામાં આવશે.

 

હવે Twitter પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ રકમનો ઉપયોગ કોરોના વાઈરસ પર કાબૂ મેળવવાના કોશિશ ઉપરાંત યુવતીઓના સ્વાસ્થ્ય અને શિક્ષા માટે તેમજ ‘યૂનિવર્સલ બેઝિક ઈન્કમ’ કોશિશ માટે પણ કરવામાં આવશે. ડોર્સીએ tweet કરતા કહ્યું હતું કે,  જરુરિયાત તાત્કાલીક મદદની છે અને હું અસર મારી લાઈફટાઈમમાં જોવા ઈચ્છું છું. મને આશા છે કે આવું કરવું તે બીજાને પણ પ્રેરણા આપશે. જીવન ખૂબ જ નાનું છે. આ કારણે જ ચલો બધું જ કરીએ, જે લોકોની મદદ માટે આપણે કરી શકીએ છીએ.  આ બધું જ સાર્વજનિક કરાશે.  
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.