કોરોના સામે જંગ : Zydus Cadilaની કોરોનાની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ, 1000 વોલેન્ટીયરને ડોઝ અપાશે

www.mrreporter.in
Spread the love
 
હેલ્થ-મી.રીપોર્ટર, ૧૬મી જુલાઈ. 
 
અમદાવાદની જાણીતી ફાર્માસ્યૂટીકલ અને હેલ્થકેર કંપની ઝાયડસ કેડિલાએ પોતાની કોવિડ-19ની વેક્સીન ZyCov-Dનું હ્યુમન પરીક્ષણ શરૂ કરતા પહેલા વ્યક્તિને તેનો ડોઝ આપ્યો હતો.
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR
 
આ અંગે  કંપની તરફથી એક નિવેદનમાં કહેવાયું હતું કે, પ્લાઝમિક ડીએનએ વેક્સીન સૌથી સુરક્ષીત માનવામાં આવે છે. અમને ક્લિનિકલ ટ્રાયલમાં ઈમ્યુનિટી ટેસ્ટમાં સારા પરિણામ મળ્યા છે. આ સાથે જ વેક્સીનની માનવી પર કેવી અસર થાય છે અને તેના કોઈ સાઈડ ઈફેક્ટ્સ છે કે નહીં તે પણ ટ્રાયલમાં તપાસ કરવામાં આવશે.

ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, ‘આ કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ડગલું છે. અમે આગામી મહિનાઓમાં ZyCoV-Dના એડેપ્ટિવ ફેઝ 1/11 ક્લિનિકલ સ્ટડીના મહત્વપૂર્ણ ડેટાને એકઠો કરીશું.’ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલમાં કંપની દેશભરની જુદી જુદી જગ્યાઓમાંથી 1000 લોકો પર વેક્સીનનું ટેસ્ટીંગ કરશે. કંપનીઓ કેન્ડીડેટ્સના ક્લિનિકલ ટ્રાયલ માટે પહેલાથી જ GMP બેચ મેન્યુફેક્ચર કરી દીધી છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.