નવી દિલ્હી – મિ.રીપોર્ટર, ૮મી ઓગસ્ટ.
ગેંગસ્ટર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમનો સબંધ હોય ખરા ? આ પ્રશ્ન સામે સૌ કોઈ કહેશે ના. જો તમે પણ કઈક આવું જ વિચારતા હોવ તો થોભજો, કેમકે દેશના ઉત્તર પ્રદેશમાં આવી એક ઘટના સામે આવી છે.
ઉત્તરપ્રદેશના હિસ્ટ્રીશીટર બદમાશ રાહુલ ઠસરાના અને ઉત્તરપ્રદેશ પોલીસની મહિલા કોન્સ્ટેબલની પ્રેમકહાણી કોઈ બોલિવૂડ ફિલ્મ જેવી છે કે જેમાં હિસ્ટ્રીશીટર બદમાશ રાહુલના પ્રેમમાં ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ જાણે પાગલ થઈ ગઈ છે. આ બંનેએ કાયદા-કાનૂનને એકબાજુ રાખીને લગ્ન કરી લીધા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ગેંગસ્ટર રાહુલ ઠસરાના પર એક ડઝન કરતા વધારે પોલીસ કેસ ચાલી રહ્યા છે. આ ગેંગસ્ટર વર્ષ 2014 માં તે જિલ્લાના પ્રખ્યાત મનમોહન ગોયલ હત્યાકાંડમાં જેલમાં ગયો હતો. તે એક એવો ગુંડો છે કે જેના પર એક સમયે ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. ગેંગસ્ટર રાહુલ ઠસરાના જ્યારે જેલમાં બંધ હતો ત્યારે આ મહિલા કોન્સ્ટેબલ ત્યાં ફરજ બજાવતી હતી. આ દરમિયાન તેઓની વચ્ચે પ્રેમ થયો, તેઓ બંનેની મુલાકાતો પણ વધવા લાગી અને આખરે રાહુલ જેલમાંથી છૂટ્યો પછી તેમણે લગ્ન કરી લીધા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ઠસરાના નામનો આ ગેંગસ્ટર વર્ષ 2008માં અપરાધની દુનિયામાં પ્રવેશ્યો હતો. આ પહેલા તે સિકંદરાબાદમાં ઑટો ચલાવતો હતો. આ દરમિયાન તેની મુલાકાત બદમાશો સાથે થઈ અને તેણે ગુનાની દુનિયામાં પગ મૂક્યો.