વારાણસીના જેએચવી મોલમાં અંધાધૂંધ ફાયરિંગ : બે લોકોનાં મોત, અમુક ઘાયલ

Spread the love

વારાણસી, ૩૧મી ઓક્ટોબર.

વારાણસીનાબનારસના કેન્ટ વિસ્તારના એક મોલમાંએક અજ્ઞાત વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અમુક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ પોલીસ સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, બુધવારે સાંજે કેન્ટ વિસ્તાર સ્થિત જેએચવી મોલમાં અચાનક ફાયરિંગનો અવાજ સંભાળતા જમોલમાં હાજર તમામ લોકો ડરી ગયા હતા. દિવાળીની ખરીદીની ગરાકી સમયે જમોલમાં ઘણી ભીડ હતી. ફાયરિંગનો અવાજ સાંભળતા જ લોકો સુરક્ષિત ઠેકાણાં તરફ ભાગવા લાગ્યાં. ગોળીબારીમાં બે લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.જ્યાં તેમની હાલત ગંભીર છે.