મક્કામાં ભારતનો ત્રિરંગો લહેરાવીને ફોટો પડાવતા પિતા-પુત્રની સાઉદી પોલીસે ધરપકડ કરી : વડોદરામાં પરિવાર ચિંતત

Spread the love

વડોદરા, ૧૭મી નવેમ્બર.

મુસ્લીમ સમાજના પવિત્ર તિર્થસ્થાન મક્કા-મદીના ખાતે ઉમરાહ કરવા માટે ગયેલા વડોદરાના તાંદલજાના પરિવારના પિતા-પુત્રએ મક્કામાં ત્રિરંગો લહેરાવીને ફોટો પડાવતા સ્થાનિક સાઉદી પોલીસે તેઓની ધરપકડ કરી હતી. મક્કા ખાતે સાઉદી પોલીસે કરેલી ધરપકડના પગલે પરિવારજનો ચિંતાતૂર બની ગયા હતા. જોકે, સ્થાનિક કોર્ટ જામીન આપી દેવામાં આવતા પરિવારજનોએ રાહત અનુભવી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સરફરાઝ પાર્ક-2માં રહેતા ઇમ્તીયાઝઅલી સૈયદ તાદલજા વિસ્તારમાંજ આવેલી ગ્લાસ બનાવતી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા.11 નવેમ્બર-018ના રોજ તેઓ તેમની પત્ની સૈઝાદીબેગમ તેમજ તેમના બે સંતાનો મહંમદ ઉઝેર અને ઉઝમા સાથે પરિવત્ર તિર્થસ્થાન મક્કા મદીના ઉમરાહ કરવા માગેય ગયા છે.

પવિત્ર સ્થાન મક્કા ખાતે ઇમ્તીયાઝઅલી સૈયદ પોતાના 14 વર્ષના પુત્ર મહંમદ ઉઝેર સાથે પવિત્ર તિર્થ સ્થાન મક્કામાં ભારતનો ત્રિરંગો લહેરાવીને ફોટા પાડી રહ્યા હતા. તે સમયે સ્થાનિક સાઉદી પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

વડોદરા ખાતે રહેતા ઇમ્તીયાઝઅલી સૈયદના ભાઇ ફૈયાઝઅલી સૈયદે જણાવ્યું હતું કે, ભાઇ ઇમ્તીયાઝઅલી અને તેમના પુત્ર ઉમઝાની સાઉદી પોલીસે ત્રિરંગો લહેરાવવા સાથે ફોટો પાડતા ધરપકડ કરી છે. જોકે, પુત્ર અમઝાને પોલીસે તુરતજ છોડી દીધો હતો. પરંતુ, ભાઇની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. જેમાં ભાઇને ત્યાંની સ્થાનિક કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભાઇની સાઉદી પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર મળતા અમો પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા. પરંતુ, સ્થાનિક કોર્ટે તેઓને મુક્ત કરી દેતા પરિવારજનોએ રાહત અનુભવી છે. મારા ભાઇ અને તેમનું પરિવાર 15 દિવસના પ્રવાસે ઉમરાહ કરવા માટે ગયું છે.