દેશમાં 1લી જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાત, ફાસ્ટેગ નહિ હોય તો ડબલ ટોલ ભરવો પડશે

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- રાજનીતિ, મી.રિપોર્ટર, 24મી  ડિસેમ્બર. 

દેશમાં 1 લી  જાન્યુઆરી થી દરેક વાહનો પર ફાસ્ટેગ (FASTags) લગાવવાનું ફરજીયાત થઇ જશે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ આ નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જો તમે તમારું વાહન ફાસ્ટેગ વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચી જશો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ગુરૂવારે જાહેરાત કરી કે 1 જાન્યુઆરી, 2021થી તમામ વાહનો માટે ફાસ્ટેગ (FASTag)ને ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ યાત્રીકો માટે ઉપયોગી છે કારણ કે રોકડ ચુકવણી, સમય અને ઈંધણની બચત થશે. ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂરીયાત રહેશે નહીં.

ફાસ્ટેગ વગર જો તમે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાળી લાઇનમાંથી પસાર થાવ તો ડબલ ટોલ ભરવો પડશે. ટોલ પ્લાઝા પર એક એવી લેન હશે જે વગર ફાસ્ટેગ વાહનો માટે હશે અને તે લાઇનમાંથી પસાર થવા પર સામાન્ય ટોલ વસૂલવામાં આવશે. ફાસ્ટેગ માત્ર નેશનલ હાઇવે માટે છે. જો તમે સ્ટેટ હાઇવેના ટોલ પરથી પસાર થાવ તો તે કામ કરશે નહીં.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.